ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (16:19 IST)

Maharashtra Lockdown News: મહારાષ્ટ્રમાં વીકેંડ કે મિની લોકડાઉન? સાંજ સુધી નિર્ણય, મુંબઈ મેયરએ આપ્યા સંકેત

મુંબઈ અને મહારાષ્ટ્રમાં તીવ્ર રફતારથી કોરોના કેસ વધી રહ્યા છે. આ રફ્તારને જોતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુદા-જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે મુખ્ય બેઠક કરી રહ્યા છે. આ અંદાજો લગાવી રહ્યા છે આ બેઠક પછી મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રતિબંધને વધુ સખ્ય કરી શકાય છે. શકયતા આ વાતની પણ છે કે રાજ્યમાં વીકેંડ લોકડાઉનની જાહેરાત થઈ શકે છે. આ વાતના સંકેત મુંબઈ મેયર કિશોરી મેડનેકરએ આપ્યા છે. 
 
પૂર્ણ લોકડાઉઅન નહી 
મુંબઈબી મહાપૌર કિશોરી પેડનેકરએ કહ્યુ છે કે અત્યારે કોરોના મહામારી રફાતર ખૂબ તીવ્ર છે. પણ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી છે. ઓમિક્રોનના શિકાર ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેથી પૂર્ણ લોકડાઉન લગાવવાની શકયતા ઓછી છે. 
 
ખરેખર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, કુલ લોકડાઉનની ચર્ચાને કારણે પરપ્રાંતિય અને ખાસ કરીને મજૂરો ખૂબ જ ડરી ગયા છે.
 
મહારાષ્ટ્રમાં 36,265 નવા દર્દીઓ
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોવિડના કેસોમાં ભારે વધારો થયો છે. ગુરુવારે, છેલ્લા 24 કલાક દરમિયાન 36,265 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં પોઝિટીવીટી રેટ 9.71 ટકા પર પહોંચી ગયો છે. જો કે, સદનસીબે, કોવિડના કેસ જે પ્રમાણમાં મળી રહ્યા છે તે મુજબ મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. ગુરુવારે રાજ્યમાં 13 દર્દીઓના મોત થયા છે. નવા કેસોમાંથી 79 મહારાષ્ટ્રના ઓમિક્રોન કેસના છે.
 
મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 26,538 નવા કેસ નોંધાયા હતા.