ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 મે 2022 (14:12 IST)

માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્ય મંત્રી બન્યા

ડૉક્ટર માણિક સાહાએ ત્રિપુરાના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
 
ત્રિપુરામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે અને એ પહેલાં ભાજપે રાજ્યના નેતૃત્વમાં ફેરફાર કર્યો છે.
 
બિપ્લવ દેવે જ ધારાસભ્યદળની બેઠકમાં સાહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2018માં જ્યારે બિપ્લવ દેવને પાર્ટીએ મુખ્ય મંત્રી બનાવ્યા ત્યારે ડૉક્ટર સાહાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા હતા.
 
આ વર્ષે એપ્રિલમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને સાહા સંસદમાં પહોંચ્યા હતા. વ્યવસાયે દંત ચિકિત્સક ડૉક્ટર સાહાને એક સજ્જનના રૂપમાં જોવામાં આવે છે.
 
ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તરાખંડમાં મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતને હટાવીને પુસ્કરસિંહ ધામીને મુખ્ય મંત્રીની કમાન સોંપી હતી.
 
ભાજપને આ પ્રયોગ થકી ઉત્તરાખંડમાં થયેલી ચૂંટણીમાં જીત મળી હતી અને પાર્ટીને બીજી વાર સત્તા મળી હતી.
 
માનવામાં આવે છે કે ભાજપ આવો જ પ્રયોગ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પણ કરી રહ્યો છે.