રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (15:36 IST)

મોદીના શપથ ગ્રહણ- મેહમાનો માટે 48 કલાકથી બની રહી છે "દાળ રાયસીના'

નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે આજ સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રી પદથી શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં થતા આ શપથ ગ્રહણ સભારંભમાં 6 હજાર ગણમાન્ય મેહમાન શામેલ થશે. આ આયોજનને ભવ્ય રીતે કરવાના પ્રયાસ કર્યા છે. આ સભારંભમાં ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. 
 
પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મેજબાની વાળા રાત્રે ભોજમાં વિદેશે ગણમાન્ય લોકોને રાષ્ટ્રપતિ ભવનની ખાસ રસોઈ "દાળ રાયસીના" પરોસાશે. દાળ રાયસીના બનાવવામાં ઉપયોગ થતી મુખ્ય વસ્તુ લખનૌથી મંગાવી છે. તેને આશરે 48 કલાક સુધી રાંધવું પડે છે. દાળ રાયસીનાની  તૈયારી મંગળવારે શરૂ કરાઈ હતી.