રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2024 (08:02 IST)

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, છ બિલ રજૂ કરવામાં આવી શકે

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. મોનસૂન સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે (23 જુલાઈ) બજેટ રજૂ કરશે. આ ચોમાસુ સત્ર દરમિયાન કુલ 19 બેઠકો યોજાવાની છે. સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. હંમેશની જેમ આ વખતે પણ ચોમાસુ સત્ર તોફાની રહેવાની શક્યતા છે. સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો છે.

આવી સ્થિતિમાં સંસદ કેવી રીતે કામ કરશે તે એક મોટો પ્રશ્ન છે. ચોમાસા સત્ર દરમિયાન છ બિલ રજૂ કરવામાં આવી શકે છે, જેમાં ફાઇનાન્સ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલનો સમાવેશ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે ચોમાસુ સત્રમાં જ જમ્મુ-કાશ્મીરના બજેટ પર પણ ચર્ચા થઈ શકે છે.