શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (12:44 IST)

દર્દનાક - લગ્ન રિસેપ્શનમાં મળેલ Giftમાં બ્લાસ્ટ, વરરાજાનું મોત, નવવધુની હાલત ગંભીર

ઓડિશામાં લગ્નનુ ખુશીભર્યુ વાતાવરણ એક ભેટને કારણે અચાનક માતમમાં બદલાય ગયુ. અહીના બોલનગીર જીલ્લામાં શુક્રવારે એક ગિફ્ટ પેકમાં વિસ્ફોટ થઈ ગયો. જેનાથી ત્યા હાજર વરરાજાનુ મોત થઈ ગયુ. આ સાથે જ વરરાજાની દાદી અને એક અન્ય વ્યક્તિનુ પણ મોત થઈ ગયુ. 
 
પોલીસ મુજબ બ્લાસ્ટમાં નવવિવાહિત મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. પોલીસ મુજબ વિવાહ પછી રિસેપ્શન દરમિયાન આ ભેટ કોઈ અજ્ઞાત વ્યક્તિએ નવવિવાહિત દંપતિને આપી હતી. 
 
આ બ્લાસ્ટમાં વડીલ મહિલા અને એક વ્યક્તિનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. જ્યારે કે પાંચ દિવસ પહેલા પરણેલા તેના પૌત્રએ રાઉરકેલાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો.  નવવધુની સારવાર બુરલાના હોસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટનામાં ઘાયલ એક અન્ય વ્યક્તિનુ મોત થઈ ગયુ.