મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (10:32 IST)

Nitin Gadkari J&K Visit LIVE: 14 કિલોમીટરની યાત્રા થશે માત્ર 15 મિનિટમાં, જાણો ઝોજીલા સુરંગ વિશે જાણવા જેવી વાતો

થોડી જ વારમાં નિરીક્ષણ કરશે નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) એશિયાની સૌથી લાંબી બાંધકામ હેઠળની ઝોજીલા ટનલ (Zojila Tunnel) નુ નિરીક્ષણ પણ કરશે. આ ટનલ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ-લદ્દાખ હાઇવે શિયાળામાં ભારે બરફવર્ષા વચ્ચે પણ રહેશે નહીં અને લદ્દાખ જવું સરળ રહેશે.
 
ઝોજીલા સુરંગનુ નિર્માણ 2,300 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, સોનમાર્ગથી આગળ 13.5 કિલોમીટર લાંબી ઝોજીલા ટનલ, જે શ્રીનગર અને લદ્દાખ વચ્ચે ગમે તેવી ઋતુમાં પણ સંપર્ક પુરો પાડશે, જેસેના માટે રણનીતિક સંપત્તિ છે.
 
આ સુરંગને  2026 ના તેના નિર્ધારિત લક્ષ્ય પહેલા આ પરિપૂર્ણ કરી શકાય છે. 4,600 કરોડની ઝોઝીલા ટનલ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જ્યારે કે જેડ-મોડ એન્જિનિયરિંગ મેજર એપ્કોના અમલને પાત્ર છે. ગડકરી મંગળવારે ઝોજીલા ટનલની પ્રગતિનું પણ નિરીક્ષણ કરશે.
 
- ભારતીય સેના માટે ઝોજીલા ટનલ ખૂબ મહત્વની 
 
આ ટનલ સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે તેમજ ભારતીય સેના માટે ખૂબ મહત્વની છે. તેનુ કાર્ય પુર્ણ થતા  લદ્દાખ તમામ ઋતુઓમાં કાશ્મીર ખીણ સાથે સંપર્કમાં રહેશે. શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તારો જોડાયેલા રહેશે.
 
-  2018 માં જ પ્લાન તૈયાર કર્યો હતો 
 
આ ટનલનો પાયો મે 2018 માં જ નાખવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડર મેળવનારી કંપની IL&FS નાદાર થઈ ગઈ હતી. તે પછી હૈદરાબાદની મેઘા એન્જિનિયરિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે સ્થળે સુરંગ બનાવવામાં આવી રહી છે તે સ્થાન કુતુબ મિનાર કરતા 5 ગણુ વધારે ઉંચુ છે. આ સુરંગ ઝોજીલા પાસ નજીક લગભગ 3,000 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવી રહી છે.
 
- 14.15 કિમી લાંબી છે ઝોજીલા ટનલ 
આ ટનલ લગભગ 14.15 કિમી લાંબી છે. તેને એશિયાની સૌથી લાંબી ટનલ તરીકે વર્ણવવામાં આવી છે. આ ટનલ પૂર્ણ થયા પછી, જે અંતર કાપવામાં સાડા ત્રણ કલાક લાગે છે, તે માત્ર 15 મિનિટમાં પૂર્ણ થશે. એટલે કે, લોકો પાસે 3 કલાક અને 15 મિનિટનો સમય બચશે. 
 
- અનેક સમસ્યાઓ હલ કરશે ઝોજીલા ટનલ 
 
ઝોઝિલા ટનલ(Zojila Tunnel) એ ઝોજીલા પાસનો ઓલ-વેધર વિકલ્પ છે, જે શિયાળામાં બંધ થાય છે. કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સૈનિકોની અવરજવર અને મહત્વપૂર્ણ લશ્કરી પુરવઠો સહિત તમામ પરિવહન અવરોધાય છે. આ ટનલ આ તમામ સમસ્યાઓનું સમાધાન કરશે