ભારતીય સેનાનો જોરદાર પલટવાર, પોસ્ટ છોડીને ભાગ્યા પાકિસ્તાની સૈનિકો, ઝંડો પણ હટાવ્યો
જમ્મુ-કાશ્મીમાં LoC પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની તરફથી સીઝફાયરનુ ઉલ્લંઘન થયા પછી ભારતના જબડાતોડ જવાબથી પાકિસ્તીની સૈનિકો ખૂબ જ ગભરાય ગયા છે. સામે આવેલી માહિતી મુજબ પાકિસ્તાનના સૈનિક પોતાની પોસ્ટ છોડીને ભાગી ગયા છે પાકિસ્તાની પોસ્ટ પરથી ઝંડો પણ હટાવી લેવામાં આવ્યો છે અને પાકિસ્તાની રેંજર્સએ પોતાનો ઝંડો પણ હટાવી લીધો છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં આ સમયે ભારતીય સૈનિકોનો ભય ચાલી રહ્યો છે.
પાકિસ્તાની સેના ગભરાઈ
પાકિસ્તાનની સેના LoC થી લઈને ઈંટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કરી રહી છે. ભારતીય સેનાના જવાબ બાદ હવે પાકિસ્તાની સેના ગભરાઈ ગઈ છે. પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગવા માંડી છે અને પાકિસ્તાની રૈંજર્સ એ ખુદ પોતાની પોસ્ટ પરથી ઝંડો પણ હટાવી લીધો છે.
LoC પર 20 પોસ્ટ પર જોરદાર ફાયરિંગ
LoC પર ગોળીબાર ઝડપી થઈ ગયો છે. લાઈન ઓફ કંટ્રોલ પર લગભગ 20 પોસ્ટો પર જોરદાર ફાયરિંગ થઈ રહ્યુ છે. આ ફાયરિંગ પાકિસ્તાન તરફથી થઈ રહ્યુ છે. જેનો ભારતીય સેના ભરપૂર જવાબ આપી રહી છે. LoC ની નિકટ નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામુલ્લા અને કુપવાડામાં ગોળીબાર ચાલુ છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
ઇસ્લામાબાદ અને લાહોર નો ફ્લાય ઝોન
પાકિસ્તાનને એ પણ ડર છે કે ભારત ટૂંક સમયમાં હવાઈ હુમલો કરી શકે છે. પાકિસ્તાને હવે 2 મે સુધી ઇસ્લામાબાદ અને લાહોર પર નો ટુ એરમેન (NOTEM) જારી કર્યા છે. આ મુજબ, હવે આ નો ફ્લાય ઝોન હશે અને અહીં કોઈ વિમાન ઉડાન ભરી શકશે નહીં.