1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 એપ્રિલ 2025 (12:24 IST)

ભારતના ભયથી ગભરાયુ પાકિસ્તાન, ઈસ્લામાબાદ અને લાહોરને જાહેર કર્યુ નો ફ્લાય ઝોન

પહેલગામમાં આતંકી હુમલો અને માસૂમ લોકોને કત્લેઆમ કરનારા આતંકવાદીઓના આકા પાકિસ્તાનને હવે  ભારતથી ડર લાગી રહ્યો છે. પાકિસ્તાનના તમામ નેતા દાવો કરી રહ્યા છે કે ભારત ક્યારેય પણ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ કરી શકે છે. ભયના માહોલ વચ્ચે હવે પાકિસ્તાનની સરકારે પોતાની રક્ષા કરવા માટેમોટો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને પોતાના બે મહત્વના  શહેરો ઈસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાય જોન જાહેર કરી દીધા છે.  
2 મે સુધી નહી ઉડી શકે વિમાન
પાકિસ્તાનથી સામે આવી રહેલી માહિતી મુજબ પાકિસ્તાને 2 મેની તારીખ સુધી ઈસ્લામાબાદ અને લાહોર પર નો ટૂ એયરમેન મતલબ નૌટેમ ઈશ્યુ કરી દીધો છે. જેના મુજબ હવે આ નો ફ્લાય જોન રહેશે અને અહી કોઈપણ એયરફ્રાફ્ટ ફ્લાય નહી કરે. ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદ અને લાહોર પાકિસ્તાનના સૌથી વધુ જરૂરી શહેરોમાંથી એક છે.  
 
24 થી 36 કલાક માં થઈ શકે છે હુમલો  - પાકિસ્તાન મંત્રી 
ભારતના ડરનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઅલ્લાહ તરાર મોડી રાત્રે લગભગ 2 વાગે પ્રેસ કૉન્ફ્રેસ કરી છે. તરારે પ્રેસ કૉન્ફ્રેંસમાં દાવો કર્યો છે કે તેમને માહિતી મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાક મા પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.    તરારે ફરિયાદ કરતા કહ્યુ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર રહ્યુ છે અને આ સંકટના દર્દને યોગ્ય રીતે સમજે છે. અમે દુનિયામાં હંમેઅહા તેની નિંદા કરી છે.   
 
LoC પર ફાયરિંગ 
પાકિસ્તાનની સેના તરફથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સતત ગોળીબારીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેના સતત પાકિસ્તાનને મુહતોડ જવાબ આપી રહી છે  થોડા દિવસ પહેલા પીએમ મોદીએ રક્ષા અધિકારીઓ સાથે મોટી બેઠક કરી હતી અને સેનાને કોઈપણ કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપવાની વાત કરી હતી.