1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (15:41 IST)

પંડિત પ્રદિપ મિશ્રા બોલે - બધી સમસ્યાઓનો ઉપાય એક લોટો જળ, ભગવાન શિવ પર અર્પિત કરો

pradeep mishra
પંડિત પ્રદીપ મિશ્રાએ કહ્યુ કે જીવનમાં અનેકવાર વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ત્યારે હિમંત ન હારવી જોઈએ. ચિત્તની શાંતિ અને ચેહરાપર મુસ્કાન જ આપણી અસલી તાકત છે. જીવનની તમામ સમસ્યાઓનો હલ ફક્ત એક લોટો પાણી છે. ભગવાન શિવ પર જળ અર્પિત કરવાથી આપણા સંકટોનો ઉકેલ મળવો શરૂ થઈ જાય છે. મિશ્રાજીએ જુદા જુદા વિષયો પર ચર્ચા કરી. સમાજમાં વધતા અપરાધો પર તેમણે કહ્યુ કે સંસ્કારોની કમીને કારણે આ બધુ થઈ રહ્યુ છે. 
 
 તેમને દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડનુ ઉદાહરણ આપતા કહ્યુ કે શ્રદ્ધાના પિતાની સજાગતાથી અપરાધની જાણ થઈ પણ આ સજાગતા તેમણે થોડા મહિના પહેલા બતાવી હોત તો આજે તેમની પુત્રી જીવતી હોત. કથાના દરમિયાન સમસ્યાઓના ઉપાયો પર તેમણે કહ્યુ કે ચમત્કાર અને ઉપાયમાં અંતર હોય છે. તેમણે કહ્યુ કે તેઓ એ જ ઉપાયો બતાવે છે જેમનુ વર્ણન શિવ મહાપુરાણમાં કરવામાં આવ્યુ છે. આ ચમત્કાર નહી પણ આત્મબળ વધારવાના ઉપાય છે.  આપણા શાસ્ત્રોમાં કર્મને મહત્વ આપવામાં આવ્યુ છે.  પૂજા આરાધનાની સાથે કર્મ કરવાથી જ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
જ્યારે મળી હતી 11 રૂપિયાની દક્ષિણા 
તેમણે કથાના વધતા બજેટ અને ભીડ વિશે જણાવ્યુ કે તેમણે પોતાના જીવનની પહેલી કથા ઈન્દોરમાં ફક્ત 11 રૂપિયાની દક્ષિણા લઈને થોડા વર્ષો પહેલા કથા કરી હતી.  જાન્યુઆરી મહિનામાં છત્તીસગઢમા એક ગરીબ ભક્તના આમંત્રણ પર આટલી જ દક્ષિણા લઈને કથા કરવા મે જઈ રહ્યો છુ. પ્રેસ ક્લબ અધ્યક્ષ અરવિંદ તિવારી, પ્રદીપ જોશીએ પંડિત મિશ્રાનુ સ્વાગત કર્યુ.  રાહુલ વાવીકરે પંડિતજીને સ્મૃતિ ચિહ્ન ભેટ કર્યુ. 
 
 આ છોકરીઓ ઈન્દોરની નથી હોઈ શકતી 
 
પંડિત મિશ્રાએ કથામાં એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેઓ જ્યારે વિજય નગરથી કારમા જઈ રહ્યા હતા તો દારૂની દુકાન પર વેસ્ટર્ન કપડા પહેરેલ યુવતીઓ ઉભી હતી. આ યુવતીઓ ઈન્દોરની નથી હોઈ શકતી.  અહીના સંસ્કાર આ પ્રકારના નથી હોઈ શકતા. આ છોકરીઓ બહારથી ભણવા આવી હશે અને અહીનુ વાતાવરણ ખરાબ કરી રહી છે. આ બધુ બંધ થવુ જોઈએ.