મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (20:39 IST)

સંસદમાં ફોન-ટેપિંગ પર હોબાળો- ફોન ટેપ કરવા મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. સરકારે આને નકાર્યુ

ઇઝરાઇલની કંપનીના પેગાસસ સોફ્ટવેર દ્વારા ફોન ટેપ કરવાના અહેવાલોને લઈને સોમવારે સંસદમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસે પત્રકારો સહિત અન્ય હસ્તીઓના ફોન ટેપ કરવા મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. સરકારે આને નકારી કાઢતાં કહ્યું કે અહેવાલમાં લીક થયેલા ડેટાનો જાસૂસી સાથે કોઈ લેવાદેવા નથી.
 
ભારતમાં 300 લોકોની થઈ જાસૂસ 
ભારત આશરે 300 લોકોની જાસૂસી પેગાસસના સ્પાઈવેયરથી કરાઈ જેમાં 40 પત્રકાર પણ શામેલ છે. જેના ફોન હેક કરવાનો દાવો કરાયુ છે તેમાં મંત્રીથી લઈને વિપક્ષન નેતા, પત્રકાર, લીગલ લીગલ કમ્યુનિટી, વેપારી, સરકારી ઑફીસર, વૈજ્ઞાનિક અને ર્ક્ટિવિસ્ટસ સુધી શામેલ છે. દાવો છે કે આ લોકો ફોનથી નિગરાણી રાખી રહ્યા હતા પણ કેંદ્ર સરકારએ આ રિપોર્ટનો ખંડન કર્યુ છે. 
 
ભારતના ઘણા મીડિયા સંસ્થાનોના પત્રકારોની જાસૂસીનો દાવો 
આ તપાસ રિપોર્ટમાં દાવો કરાયુ છે કે પેગાસસ સ્પાઈવેયરથી ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ 18, ઇન્ડિયા ટુડે, ધ હિન્દુ, ધ વાયર અને ધ પાયોનિયર જેવા મીડિયા સંગઠનો સાથે સંકળાયેલા છે.
 
પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે એક ભારતીય એજન્સીએ આ સંસ્થાઓમાં કામ કરતા પત્રકારો પર નજર રાખવા માટે વર્ષ 2017 થી 2019 ની વચ્ચે તેમના ફોન ટેપ કર્યા હતા.
 
ભારત સકરારે તપાસ રિપોર્ટનો કર્યુ ખંડન 
ભારત સરકારે આ બાબતમાં બ્કહ્યુ છે કે સરકાર પર કેટલાક લોકોની જાસૂસીનો હે આરોપ લગાવ્યુ છે તેનો કોઈ મજબૂત આધાર નથી કે તેમા કોઈ સત્ય નથી. નિવેદમાં કહ્યુ કે તેનાથી પહેલા પણ તેવો દાવો કરાયુ હતુ જેમાં વાટ્સએપથી પેગાસસની વાત કહી હતી. તે રિપોર્ટ પણ તથ્યો પર આધારિત નહી હતી અને બધા પાર્ટીઓએ દાવાને ફગાવી દીધુ હતું. વાટસએપએ તો સુપ્રીમ કોર્ટમાં પણ આ આરોપો નકાર્યા હતા.