શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (13:22 IST)

Kalki Dham Mandir: મોદીએ કલ્કિ ધામ મંદિરનો કર્યો શિલાન્યાસ, આ છે તેની મુખ્ય વિશેષતાઓ

kalki dham
kalki dham
Kalki Dham:પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ પહોંચ્યા હતા. તેમણે કલ્કિ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ આજે ​​કલ્કિ ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે જે ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કીને સમર્પિત કરવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કિ પ્રગટ થશે. શાસ્ત્રોમાં કલ્કિ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના સંભલ જીલ્લામાં થવાની વાત બતાવી છે. જ્યા આ મંદિર બનવા જઈ રહ્યુ છે. કલ્કિ ભગવાનનુ મંદિર એક વિશેષ મંદિર રહેશે. આ મંદિરની મુખ્ય વિશેષતાઓ વિશે આવો જાણીએ. 
 
ક્લકિ ધામ મંદિરની મુખ્ય વિશેષતાઓ 
  
- આ મંદિર ભગવાન કલ્કીને સમર્પિત કરવામાં આવશે, જેમણે ભગવાન વિષ્ણુના કળિયુગના 10મા અને અંતિમ તબક્કામાં અવતાર લીધો હતો. આ પહેલું એવું મંદિર છે જે ભગવાનના દેખાવ પહેલા જ બનાવવામાં આવી રહ્યું છે.
- કલ્કિ ધામ મંદિર પાંચ એકરના સંકુલમાં બનાવવામાં આવી રહ્યું છે, જે જોવા માટે ખૂબ જ ભવ્ય હશે.
- આ પહેલું મંદિર હશે જેમાં 1 નહિ પરંતુ 10 ગર્ભગૃહ હશે. મંદિરના 10 ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. જેમાં મુખ્ય મૂર્તિ ભગવાન કલ્કીની હશે.
- કલ્કિ ભગવાનના મંદિર સંભલમાં તેથી બનવા જઈ રહ્યુ છે કારણ કે ધાર્મિક માન્યતા મુજબ કલ્કિ ભગવાનનો જન્મ સંભલમાં વિષ્ણુયશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે પુત્રનાં રૂપમાં થશે. ભવવાન કલ્કિના પ્રકટ થવામાં હજુ ઘણો સમય છે પણ આ મંદિર તેમની સ્મૃતિ ચિહ્નનુ પ્રતીક માનવામાં આવશે. 
- મંદિરનુ શિખર 108 ફીટ ઉંચુ રહેશે અને તેનુ આંગણ 11 ફીટ ઊંચાઈ પર બનાવવામાં આવશે. આ સાથે મંદિરના આંગણમાં 68 તીર્થ પણ સ્થાપિત કરવામાં આવશે. 
- કલ્કિ ધામ મંદિરનુ નિર્માણ પણ્ણ આ પત્થરોથી થશે જે રામ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ એક પ્રકરના લાલ પત્થર હોય છે. જે રાજસ્થાનના ભરતપુર સ્થિત બંસી પહાડપુરમાં જોવા મળે છે. તેમની આયુ ખૂબ લાંબી બતાવવામાં આવી છે અને તેની ચમક પણ લાંબા સમયથી કાયમ છે.