રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2023 (18:11 IST)

VIDEO બનાવીને યુવકે કર્યો આપઘાત

man suicide
man suicide
પુણેમાં એક વ્યક્તિએ પોતાના માલિકના અપમાનથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા વ્યક્તિએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો.
 
વીડિયોમાં તે વ્યક્તિએ તેના બોસ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી તે એક નિર્માણાધીન બિલ્ડીંગના છઠ્ઠા માળે જાય છે અને ત્યાંથી કૂદી પડે છે. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
 
વીડિયો બનાવી આપઘાતનું કારણ જણાવ્યું 
આ સમગ્ર મામલો પુણેના કોઢવા વિસ્તારનો છે. આત્મહત્યા કરનાર યુવકની ઓળખ 25 વર્ષીય તોહિદ મહમૂદ શેખ તરીકે થઈ છે. તે અરબાઝ વલીમાં ડ્રાઈવર અને સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
 
આત્મહત્યા કરતા પહેલા તોહિદે તેના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતે કોણ છે અને શા માટે આપઘાત કરી રહ્યો છે તે જણાવ્યું છે. તોહિદે અરબાઝ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
 
કામ પર ન આવવાથી બોસ સાથે વિવાદ
તોહિદ અને અરબાઝ વચ્ચે કામ પર ન આવવાને લઈને ઝઘડો થયો હતો. આ પછી અરબાઝે તોહિદ સાથે ખરાબ વર્તન કર્યું. તોહિદે આરોપ લગાવ્યો છે કે અરબાઝે તેના સસરાની સામે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
 
તેનાથી પરેશાન તોહિદ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. આ પછી 29 નવેમ્બરે તોહિદે કૈસરબાગમાં નિર્માણાધીન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસ નોંધ્યો, આરોપી ફરાર થઈ ગયો. કોંઢવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે