મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 17 માર્ચ 2018 (12:28 IST)

મહાઅધિવેશનમાં બોલ્યા રાહુલ - દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પાર્ટીના મહાધિવેશનને સંબોધિત કર્યુ. પોતાના ભાષણમાં રાહુલે મોદી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે.  લોકોને વહેંચવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.  રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે દેશમાં એકબીજાને પરસ્પર લડાવવામાં આવી રહ્યા છે. પાર્ટીના અધિવેશનમાં એક અધ્યક્ષના રૂપમાં રાહુલનું આ પ્રથમ ભાષણ હતુ. 
 
રાહુલે કહ્યુ કે તે આ અધિવેશનમાં બે ભાષણ આપશે. તેથી શરૂઆતના ભાષણમાં તેઓ ઓછુ બોલશે. તેમણે કહ્યુ કે પોતાના સમાપન ભાષણમાં તેઓ લોકોની વાત સાંભળીને પોતાની વાત મુકશે. 
 
તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દેશને જોડવાની વાત કરી છે. હાથના નિશાનની તાકતથી જ દેશને આગળ વધારી શકાય છે. રાહુલે કહ્યુ કે પાર્ટી નવી રીતે આગળ વધશે. યુવા લોકો પાર્ટીને ચલાવશે પણ સીનિયર નેતાઓની સાથે હુ લઈને જ પાર્ટી આગળ વધશે. 
 
રાહુલે કહ્યુ કે દેશને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ રસ્તો બતાવી શકે છે. જ્યારે ખેડૂત મજૂર ગરીબ લોકો મોદી સરકાર તરફ જુએ છે તો તેમને રસ્તો નથી દેખાતો. બીજેપીવાળા ગુસ્સાનો પ્રયોગ કરે છે. પણ અમારી પાર્ટી પ્રેમથી આગળ વધી રહી છે. તેમણે કહ્યુ કે આ દેશ દરેકનો છે. દરેક ધર્મનો છે.