શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 21 ઑક્ટોબર 2017 (11:48 IST)

રાહુલ બનશે કોંગ્રેસના અધ્યક્ષ, સોનિયા ગાંધીના ઘરે આજે મહત્વપૂર્ણ બેઠક

રાહુલ ગાંધીની ટૂંક સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં તાજપોશી થઈ શકે છે.  આ માટે સોનિયા ગાંધીના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે.  માહિતી મુજબ આ બેઠકમાં રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ બનાવાની તારીખનુ એલાન થઈ શકે છે. 
 
10 જનપથમાં થનારી આ બેઠકમાં રાહુલને સોંપવામાં આવનાર આ પદની તારીફ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલને અધ્યક્ષ બનાવવામાં આવે તે નક્કી જ છે. 24 ઓક્ટોબરે આ વિશે જાહેરાત કરવામાં આવશે.
 
3 સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 24 ઓક્ટોબરની આસપાસ થવાની શક્યતા છે. પાર્ટીમાં નિર્ણય લઈ શકે તેવી સૌથી મોટી વર્કિંગ કમિટી આ બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જાહેર કરી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસે પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવાનો અધિકાર હોય છે