શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 26 જુલાઈ 2021 (12:27 IST)

ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, બોલ્યા કૃષિ કાયદા પરત લેવામાં આવે

કોંગેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોમવારે દરેકને ત્યારે હેરાન કરી નાખ્યા, જ્યારે સવાર સવારે તેઓ દિલ્હીના માર્ગ પર ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા. કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીનુ પ્રદર્શન ચાલુ છે અને તેને લઈને સોમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House)પહોચ્યા. 
 
રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નેતા જોવા મળ્યા છે. ટ્રેક્ટર ચલાવનારા આ કાર્યક્રમના દરમિયાન જ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને બીવી. શ્રીનિવાસની ધરપકડ કરી લીધી. 

સંસદના ચોમાસુ સત્રમાં અત્યારસુધી ઘણો હોબાળો જોવા મળ્યો છે. સત્રના પ્રથમ સપ્તાહમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં એકપણ દિવસ યોગ્ય રીતે કામ થયું નથી. સોમવારે પણ બંને ગૃહમાં હોબાળો જ થવાની શક્યતા છે. પેગાસસ જાસૂસી,ખેડૂત આંદોલન અને મીડિયા પર દરોડા વિશે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા આપવામાં આવેલી નોટિસ પ્રમાણે, સરકારે આ સપ્તાહની કાર્યવાહી માટે પાંચ બિલની યાદી બનાવી છે, આજે ફરી હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
 
એટલુ જ નહી, જે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડ સહિત અન્ય કોંગ્રેસી નેતા સવાર જોવા મળ્યા, તેને દિલ્હી પોલીસે પોતાના કબજામા લઈ લીધુ. આવુ એ માટે કર્યુ કે સંસદ સત્રના દરમિયાન આ ઘારા 144 લાગૂ રહે છે. ટ્રેક્ટરની સામે ખેડૂત કાયદાના વિરુદ્ધ પોસ્ટર ચોટાડ્યા હતા અને ખેડૂતોના સમર્થનમાં આવ કહેવામાં આવી.