શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (14:32 IST)

Porn Video Case: રાજ કુંદ્રાને રાહત નહી, 27 જુલાઈ સુધી વધી પોલીસ કસ્ટડી

અશ્લીલ ફિલ્મો બનાવવા અને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના મામલે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેને 27 જુલાઈ સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીમાં વધારો કર્યો છે.
 
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. તેની ન્યાયિક કસ્ટડી આજે એટલે કે 23 જુલાઈએ સમાપ્ત થઈ રહી હતી.    ક્રાઈમ બ્રાંચ તેને બપોરે 1 વાગ્યે બાયકુલા જેલમાંથી કોર્ટમાં લઈ ગઈ હતી. કોર્ટે આ કેસની સુનાવણી કરતા રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઇ સુધી વધારી દીધી છે. 

સહયોગ નથી કરી રહ્યા રાજ કુંદ્રા 
 
પોલીસે કહ્યું કે રાજ કુન્દ્રા વિરુદ્ધ તેમની પાસે મજબૂત પુરાવા છે જો કે તેઓ પોતાના પર લાગેલા આક્ષેપોને નકારે છે. એટલું જ નહીં પોલીસ પૂછપરછમાં પણ તેઓ સહકાર નથી આપી રહ્યા.