જૈસલમેરમાં મોટી દુર્ઘટના, ચાલતી બસમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દઝાયા (Video)
રાજસ્થાનના જૈસલમેરમાં મોટી દુર્ઘટના થઈ ક્છે. અહી મુસાફરોથી ભરેલી બસમાં ભીષણ આગ લાગી ગઈ છે. દુર્ઘટના દરમિયાન બસમા 57 લોકો સવાર હતા. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં અનેક મુસાફરો દાઝી ગયા હતા. મંગળવારે ખાનગી બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માત થૈયાત ગામ નજીક થયો હતો. બસમાં આગ લાગવાથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
જૈસલમેર જિલ્લા વહીવટીતંત્રે આ દુ:ખદ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં આજે અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. વહીવટી ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મુસાફરોને મદદ કરી રહી છે.
હેલ્પલાઇન નંબર જાહેર
જિલ્લા કલેક્ટર પ્રતાપ સિંહે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ઘાયલોને શ્રી જવાહર હોસ્પિટલમાં ડોકટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટના સંબંધિત કોઈપણ માહિતી અથવા સહાય માટે જનતાને હેલ્પલાઇન નંબર 9414801400, 8003101400, 02992-252201 અને 02992-255055 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.