શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 15 એપ્રિલ 2017 (11:38 IST)

યૂપીમાં રાજ્યરાની એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 15 ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

રાજ્યરાની એક્સપ્રેસ (22454)ના 8 ડબ્બા શનિવારે રામપુરના કોસીપુલની પાસે પટરીથી ઉતરી ગયા. દુર્ઘટનામાં 15 લોકો જખ્મી થયા છે. ટ્રેન મેરઠથી લખનૌ જઈ રહી હતી.  જખ્મી લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુએ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.  ટ્રેનમાં હવે કોઈ વ્યક્તિ ફંસાયો નથી. 
 
- મેરઠથી રાજ્ય રાની સવારે લગભગ 5 વાગ્યે રવાના થઈ હતી. રામપુરથી લગભગ 4 કિમી પહેલા અચાનક ટ્રેનમાં ઝટકા લાગ્યા અને ડબ્બા પાટા પરથી ઉતરીને પલટી ગયા. 
 
- એસપી રામપુર કેશવ કુમાર ચૌધરીએ જણાવ્યુ, "8 ડબ્બા પાટા પરથી  ઉતર્યા છે. ગંભીર રૂપથી ઘાયલ લોકોને ડ્રિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 
 
- એડીજી લૉ એંડ ઓર્ડર દલજીત ચૌધરીએ જણાવ્યુ, "એનડીઆરએફને ઈન્ફોર્મ કરવામાં આવ્યુ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ટ્રેનમાં હવે કોઈ વ્યક્તિ ફસાયો નથી. સ્થિતિ કંટ્રોલમાં છે." 
 
- ઉલ્લેખનીય છે કે આ ટ્રેન મેરઠથી સવારે 4.55 પર રવાના થાય છે. જે હાપુડ, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી, શાહજહાંપુર, હરદોઈ થઈને બપોરે 1.10 પર લખનૌ પહોંચે છે. 
 
- ટ્રેનમાં સવાર સરદાર વલ્લભભાઈ પટેલ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના પ્રોફેસર આરએસ સેંગરે જણાવ્યુ, "બધુ એક ઝટકમાં થયુ. ટ્રેનમાં સૌ પોતાની સીટો પર બેસીને આરામથી સફર કરી રહ્યા હતા. રામપુર આવવાના હતા. અચાનક 3-4 ઝટકા લાગ્યા અને ટ્રેનમાં સવાર લોકો એકબીજા પર પડવા લાગ્યા. ઝટકો એટલો જોરદાર હતો કે પહેલા જ ઝટકામાં કોઈ અનહોની થવાની આશંકા થઈ ગઈ હતી. 
- ટ્રેનના પાછલા ભાગના ડબ્બા પલટાઈ ગયા. બે-ત્રણ ડબ્બા સંપૂર્ણ રીતે પલટાઈ ગયા હતા. જ્યારે કે અનેક પાટા પરથી ઉતરી ગયા. હુ પણ એ કોચમાં બેસેલો હતો. જે પાટા પરથી ઉતરી ગયો હતો.  હુ જેમ તેમ કરીને કોચમાંથી બહાર નીકળ્યો. મને ઘણુ વાગ્યુ પણ ખરુ. જે ડબ્બા સંપૂર્ણ રીતે પલટાઈ ગયા હતા તેમા અનેક લોકો ફસાયા હતા. 
- લોહીલુહાણ લોકોની મદદ માટે પહેલા ટ્રેનના લોકો જ દોડ્યા... 
 
CMએ મદદનું એલાન કર્યુ 
 
- સીએમ યોગી આદિત્યનાથે ગંભીર રૂપે ઘાયલ લોકોને 50 હજાર અને દરેક ઘાયલ્ને 25 હજાર રૂપિયાની મદદ આપવાનુ એલાન કર્યુ છે. 
બેદરકારી જોવા મળી તો સખત કાર્યવાહી થશે - પ્રભુ 
 
- રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુએ ટ્વીટ કરી કહ્યુ છે, "હુ ખુદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છુ. સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળ પર જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘાયલ લોકોને તરત મદદની પણ સલાહ આપવામાં આવી છે. 
- દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. બેદરકારી જોવા મળશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.