મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (11:04 IST)

RBi ને મોટું ઝટકો 7 મહીનામાં બીજીવાર આરબીઆઈના ડેપ્યૂટી ગર્વનરએ રાજાનામું આપ્યું

7 મહીનામાં બીજીવારરિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડેપ્યૂટી ગવર્નર તરીકે તેમનો 6 મહિનાનો કાર્યકાળ બાકી રહ્યો હતો પરંતુ તેની પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. 
 
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરલ આછાર્ય આગામી વર્ષને બદલે આ વર્ષે ઓગસ્ટમાં જ ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે પરત ફરી રહ્યા છે. આ રિપોર્ટ પર આરબીઆઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.તેનાથી પહેલા રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોનો હવાલો આપતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ખાસ વાત આ છે કે વિરલ આચાર્ય આરબીઆઈના તે મોટા અધિકારીઓમાં શામેલ હતા. જેને ઉર્જિત પટેલની ટીમનો ભાગ માનતા હતા. 
 
વિરલ આચાર્યને ત્રણ વર્ષ માટે ડેપ્યૂટી ગવર્નરના પદ માટે ચૂંટ્યા હતા. વિરલ આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા છે. તેઓ આચાર્ય લંડન બિઝનેસ સ્કૂલથી પ્રાઈવેટ ઈક્વિટી ઈંસ્ટીટ્યૂટના ફાઈનાન્સ એન્ડ એકેડમી ડિરેક્ટર હતી. વિરલ આચાર્ય સેબી અંતર્ગત એકેડમિક કાઉન્સિલ ઑફ ધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ્સના સભ્ય પણ રહ્યા છે. તેમણે 1995માં આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાઈન્સ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી 2001માં ફાઈનાન્સમાં પીએચડી પણ કરી ચૂક્યા છે.