1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 12 મે 2022 (18:22 IST)

તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની અરજી ફગાવાઈ,

Taj Mahal
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે આવી અરજી પર વિચાર ન કરી શકીએ.
 
હાઈકોર્ટે આ દરમિયાન થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી. ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીએ કહ્યું, "આવા વિવાદો ચાર દીવાલોની વચ્ચે ચર્ચા કરવા માટે નથી, ન તો કોર્ટમાં. કાલે તમે કહેશો કે જજની ચેમ્બરમાં જવું છે. શું કોર્ટ એ નક્કી કરશે કે કોઈ ઐતિહાસિક સ્મારક કોણે બનાવ્યું છે."
 
અરજીકર્તાએ તાજમહેલના 'અસલી ઇતિહાસ'ની ખોજ માટે ફૅક્ટ-ફાઇડિંગ સમિતિની રચના કરવાની માગ કરી હતી.