ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2024 (14:48 IST)

પાકિસ્તાનીઓએ લગાવ્યા ભારત ઝિંદાબાદના નારા

અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલા 23 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓ પાસેથી બચાવી લેવાયા હતા. શુક્રવારે બનેલી આ ઘટના બાદ બચાવાયેલા પાકિસ્તાની નાગરિકોએ 'ભારત ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ભારતીય નૌકાદળે 29 માર્ચે અરબી સમુદ્રમાં સાહસિક ઓપરેશન બાદ પાકિસ્તાની માછીમારોને બચાવ્યા હતા.
 
પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો અને 'ભારત ઝિંદાબાદ'ના નારા લગાવ્યા
 
ભારતીય નૌકાદળે ફરી એકવાર અરબી સમુદ્રમાં તેની બહાદુરીનું પ્રદર્શન કર્યું અને સોમાલિયાના છ ચાંચિયાઓને પાઠ ભણાવ્યો અને આ ઓપરેશનમાં 23 પાકિસ્તાનીઓના જીવ બચાવ્યા. ભારતીય નૌકાદળના આ સાહસિક ઓપરેશનથી પાકિસ્તાની માછીમારો પણ પ્રભાવિત થયા હતા અને તેમનો આભાર માન્યો હતો અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.