શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:20 IST)

મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા સંઘ પ્રમુખ મોહન ભાગવત

- તૃણમૂલ કોંગ્રેસે  મિથુનને 2014 માં રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા
સંઘના વડા મોહન ભાગવત મંગળવારે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને તેમના મુંબઇ સ્થિત ઘરે મળ્યા હતા. બંગાળમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોવાથી રાજકીય અટકળો તીવ્ર બની છે. મિથુનને 2014 માં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. જો કે, મિથુને બાદમાં તબિયત ખરાબ હોવાને કારણે 2016 માં રાજીનામું આપ્યું હતું.
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ મિથુન ઓક્ટોબર 2019માં નાગપુર ગયા હતા. આ દરમિયાન તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી અને તેમને ઘરે આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ.  આ દરમિયાન પણ મિથુનના ભાજપામાં આવવાની અટકળો હતી. 
 
ભાજપા આપી શકે છે મિથુનને ટિકિટ 
 
રાજનીતિ વિશેષજ્ઞોનુ માનીએ તો મિથુનની બંગાળમાં ખૂબ લોકપ્રિયતા છે. જેનો ફાયદો ઉઠાવતા ભાજપા તેમને ઉમેદવાર બનાવી શકે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ ભાજપાના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.