બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (18:38 IST)

Rules For Sim- મોટા સમાચાર- સિમ લેવાના નિયમ થયા કડક

દૂરસંચાર વિભાગએ મોબાઈલ સિમ લેવાના નિયમોને કડક કરતા તેમાં મોટા ફેરફાર કર્યા છે. વિભાગએ આ નિર્ણયએ સિમ કાર્ડના બનાવટી અટકાવવાના હેતુથી કરવામાં આવ્યું છે.
 
સમાચાર આવ્યા છે કે, દૂરસંચાર વિભાગે કહ્યું છે કે ભારતમાં સગીરોને સિમકાર્ડ જારી ન કરવા જોઈએ. આનો સીધો અર્થ એ છે કે હવે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ દેશના કોઈપણ ટેલિકોમ ઓપરેટર પાસેથી સિમકાર્ડ ખરીદી શકશે નહીં.
 
વિભાગનું કહેવું છે કે નવું સિમ ખરીદવા માટે ગ્રાહકોએ ગ્રાહક સંપાદન ફોર્મ (CAF) ભરવું પડશે. આ ફોર્મમાં હવે સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ સિમ કાર્ડ ખરીદવાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. આ સિવાય જો કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોય તો તેને સિમ કાર્ડ પણ વેચી શકાય નહીં.
 
બીજી બાજુ, DoT એ પ્રિપેઇડ મોબાઈલને પોસ્ટપેડમાં કન્વર્ટ કરવાનું અને પોસ્ટપેડ મોબાઈલને પ્રિપેઈડમાં કન્વર્ટ કરવાનું સરળ બનાવ્યું છે. હવે તમે તમારા સિમ કાર્ડને પ્રીપેડ અથવા પોસ્ટપેડ કોઈપણ સમયે ફક્ત OTP દ્વારા કરી શકો છો. તમારે નવું સિમ લેવાની જરૂર નહીં પડે.