બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (10:42 IST)

ગુજરાત આજથી અનલોક, જાણો આજ્થી શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ

ગુજરાતમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. શુક્રવારથી શરૂ થયેલ અનલોકની પ્રક્રિયા 26 જૂન સુધી યથાવત રહેશે. રાજ્યમાં કોરોના કેસ કાબુમા આવતા અનલોકની આ પ્રક્રિયા શરઊ થઈ છે. સરકારે પોતાના આદેશમાં કહ્યુ છે કે ભલે લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે પણ દરેકે કોરોના પ્રોટોકોલના નિયમોનુ પાલન કરવાનુ છે.  ગુરૂવારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 544 કેસ અને 11 મોત થયા છે 
 
જાણો શુ રહેશે બંધ  ? 
 
રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ ચાલુ રહેશે. સાપ્તાહિક બજાર, શિક્ષણ સંસ્થાઓ, કોચિંગ ક્લાસ, સિનેમા હોલ, સભાગૃહ, મનોરંજન પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. 
 
જાણો શુ શુ રહેશે ખુલ્લુ 
 
1. રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂન ના સમય દરમિયાન સવારે 9  થી સાંજે 7  સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
 
2  નાની દુકાનો, શોપિંગ સંકુલ, પાન શોપ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલી શકે છે.
 
3. સૈલુન્સ અને બ્યુટી પાર્લરને પણ સવારે 9 થી સાંજના સાત વાગ્યા સુધી જ ખોલવાની છૂટ છે.
 
4. લાઈબ્રેરી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ખુલી શકે છે. 
 
5.  રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે ૯ થી તારીખ 26  જુન ૨૦21  ના સવારે 6  વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 9  થી સવારે 6  વાગ્યા સુધી કરવાનો રહેશે
 
6.  ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે
 
7.  રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે
 
8.  શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
 
9   લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના 50  ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7  સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.
જીમ્નેશિયમ 50  ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.
 
10. જીમ્નેશિયમ 50  ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.
 
11. રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50  વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે
 
12 રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે
 
13. રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે