મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (18:17 IST)

હાલોલના શાળાની બેદરકારી, ધોરણ 10 નાપાસ વિદ્યાર્થીનીને આપ્યો 11માં ધોરણમાં પ્રવેશ

શાળાઓમા ગેરરીતિઓ થવી એ કોઈ નવી વાત નથી પરંતુ હાલોલની એક શાળાએ એવી ભૂલ કરી છે જે જાણીને આપને પણ આશ્ચર્ય થશે.   અહીની એક મોડલ શાળામાં 2 વર્ષ પહેલા ઘોરણ 10માં નાપાસ છતા ધોરણ 11માં એડમિશન આપવામાં આવ્યુ હતુ. શુ વિદ્યાર્થીનીને કે વાલીને ખ્યાલ નહોતો કે વિદ્યાર્થીની ધોરણ 10માં નપાસ થઈ છે એ પણ એક નવાઈની વાત છે.  તો બીજી બાજુ  ત્યારે સર્ટી અને રિઝલ્ટ લઈને બે વર્ષ પહેલા શાળામાં એડમિશન માટે ગયા હતા. ત્યારે મોડલ સ્કુલમાં સંચાલકોએ પણ  રીઝલ્ટ જોયા વગર જ ધોરણ 11માં એડમિશન આપી દીધુ એ તો બેદરકારી અને એક પ્રકારની ગેરરીતિનુ કામ છે. .

  ઘોરણ 11માં પ્રવેશ મેળવી વિદ્યાર્થીની ફાઈનલ પરીક્ષા પણ આપીને પાસ પણ કરી.  એટલુ જ નહી આખુ વર્ષ ઓનલાઈન બારમુ પણ ભણી અને જયારે ઘોરણ 12ની પરીક્ષાનુ ઓનલાઈન ફોર્મ ભરવાનુ આવ્યુ ત્યારે વર્ગ શિક્ષકને જાણ થઈકે વિદ્યાર્થીની ધોરણ 10માં નાપાસ છે.  હવે  શિક્ષક દ્વારા એમ કહેવાયુ કે તુ તો ધોરણ 10માં નાપાસ છે એટલા માટે તુ ધોરણ 12ની પરીક્ષા આપી શકે જ નહી.. શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે વિદ્યાર્થીના બે વર્સ બગડ્યા.