શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (11:05 IST)

હા સાચે જ મારા જેવી દિકરી કોઈ ઘરમાં જન્મ ન લેવી જોઈએ - બાગી પુત્રી સાક્ષી બોલી

બરેલીના બીજેપી ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી પોતાના દલિત પતિ અજિતેશ કુમાર સાથે શુક્રવારે એક ખાનગી ચેનલના સ્ટુડિયોમાં પહોંચી હતી જ્યા અજિતેશના પિતા પણ હતા. જે પુત્ર અને પુત્રવધુને જોઈને ભાવુક થઈ ગયા.  
 
આ દરમિયાન ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પુ ભારતૌલને ફોન લગાવવામાં આવ્યો. પહેલા તો તેમણે થોડીવાર સુધી વાત કરીને પુત્રીને ખુશ રહેવાનો આશીર્વાદ આપીને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ જ્યારે તેમનો ફરીથી સંપર્ક કરવામાં આવ્યો તો પુત્રી સાક્ષીએ પિતા સાથે વાત કરી અને તેમને સવાલ કર્યો. જ્યારે ધારાસભ્યને પૂછવામાં આવ્યુ કે તેમણે પુત્રીના મનની વાત કેમ ન સાંભળી તો તેમણે કહ્યુ કે મારા તરફથી તેને કોઈ ખતરો નથી. જો કે જ્યારે પુત્રીએ તેમને સવાલ કર્યો તો તેમણે કોઈ જવાબ ન આપ્યો. 
 
સાક્ષીએ પોતાના પિતાને કહ્યુ કે તમારા માણસો અમન શોધી રહ્યા છે અને અમારા પર આરોપ લગાવી રહ્યા છે. તમે તેમને રોકતા કેમ નથી. વારે ઘડીએ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે મારા જેવી પુત્રી પૈદા ન થાય તો હુ પણ કહી દીધુ કે સાચે જ મારા જેવી પુત્રી કોઈ ઘરમાં પૈદા ન થવી જોઈએ. કારણ કે જેટલુ દુખ અને દબાણ મે સહન કર્યુ છે તે કોઈને સહન ન કરવુ પડે. 
 
સાક્ષીએ જણાવ્યુ કે હુ જ્યારે જયપુરમાં હતી તો મારી સાથે માતાને મોકલી દેવામાં આવી જેથી હુ કોઈ એવુ કામ ન કરુ જે મારા પિતાના વિરુદ્ધ હોય. સાક્ષીએ એ પણ આરોપ લગાવ્યો કે જે રીતે મારા ભાઈને બધી છૂટ આપવામા આવતી હતી એવી મને ક્યારેય ન મળી. સાક્ષીએ પોતાના પિતાને ફરી કહ્યુ કે જે લોકો મારા વિશે ખોટી ખોટી વાતો કરે છે તેમન તમે કેમ નથી રોકતા. મારા વિશે તમારા માણસો સોશિયલ મીડિયા પર આપત્તિજનક વાતો લખી રહ્યા છે તેને તમે કેમ નથી રોકતા. 
 
ત્યારબાદ સાક્ષીના પિતા ધારાસભ્ય રાજેશ મિશ્રાએ ફોન કાપી નાખ્યો અને પોતાની શુભકામનાઓ આપી. તેમણે કહ્યુ કે તમે લોકો જ્યા રહો ત્યા ખુશ રહો. મારી તરફથી તમને કોઈ ખતરો નહી આવે. જો કે તેમણે કા વાતનો કોઈ જવાબ ન આપ્યો કે શુ તમે તમારે પુત્રીને અપનાવશો કે નહી.