બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2019 (13:20 IST)

સ્વચ્છતા સર્વેક્ષણ 2019 - ઈન્દોર ફરી દેશનુ સૌથી સ્વચ્છ શહેર બન્યુ, સૌથી મોટુ સ્વચ્છ શહેર બન્યુ અમદાવાદ

ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના આધાર પ દેશના સૌથી સ્વચ્છ અને સાફ શહેરોના નામનુ એલાન બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં કર્યુ. સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ એકવાર ફરી ઈન્દોરના નામે રહ્યો અને ભોપાલ સૌથી સ્વચ્છ રાજધાની વર્ગમાં પ્રથમ સ્થાન પર રહ્યુ. બીજી બાજુ આ સર્વેમાં છત્તીસગઢને બેસ્ટ પરફોર્મેંસ સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યુ છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં ઉજ્જૈન પ્રથમ સ્થાન પર રહ્યુ. 
 
શહેરોને સાત વર્ગમાં મળ્યો પુરસ્કાર 
 
સૌથી સ્વચ્છ શહેર - ઈન્દોર 
સૌથી સ્વચ્છ રાજધાની - ભોપાલ 
સૌથી સ્વચ્છ મોટુ શહેર - અમદાવાદ (10 લાખથી વધુ વસ્તીવાળુ) 
સૌથી સ્વચ્છ મધ્યમ વસ્તીવાળુ શહેર - ઉજ્જૈન (3-10 લાખની વસ્તી) 
સૌથી સ્વચ્છ નાનુ શહેર -  એનડીએમસી દિલ્હી (3 લાખથી ઓછી વસ્તી) 
સૌથી સ્વચ્છ કૈટોનમેંટ - દિલ્હી કૈટ 
સૌથી સ્વચ્છ ગંગા ટાઉન - ગૌચર, ઉત્તરાખંડ 
 
ઈન્દોર શહેરે આ કારણથી  સતત ત્રીજી વાર મારી બાજી 
 
- દેશનુ પહેલુ એવુ શહેર છે જ્યા લાખો લોકોની હાજરીમાં બે જીરો વેસ્ટ આયોજન થયા 
- દેશનુ પ્રથમ ડિસ્પોઝલ ફ્રી માર્કેટ છે. જેમા તાજેતરમાં જ 56 દુકાનનો સમાવેશ થયો છે. 
- દેશનુ પ્રથમ એવુ શહેર છે જેને ટ્રૈચિંગ ગ્રાઉંડને સંપૂર્ણ રીતે ખતમ કરી ત્યા નવો પ્રયોગ શરૂ કર્યો 
- 29 હજારથી વધુ ઘરોમાં ભીના કચરાથી હોમ કમ્પોસ્ટિંગનુ કામ 
- કચરો ગાડીઓની મૉનિટરિંગ માટે જીપીએસ, કંટ્રોલ રૂમ નએ 19 જોનની જુદી જુદી 19 સ્ક્રીન 
- 100 ટકા કચરાનુ પ્રોસેસિંગ અને બિલ્ડિંગ મટેરિયલ અને વ્યર્થ નિર્માણ્ન સામગ્રીને જમા કરી નિસ્તારણ કર્યુ.