સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (11:47 IST)

દુલ્હન રાહ જોતી રહી અને વરરાજા સાથે જાનૈયા સ્મશાન પહોંચ્યા

મધ્યપ્રદેશના ધારમાં શનિવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત નિપજ્યું છે. શનિવારે લગ્ન થવાના હતા પણ દુલ્હનના ઘરે જાન પહોચવાના 28 કિલોમીટર દૂર કાર ડિવાઈડરથી અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને ઈન્દોર રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ વરરાજાએ દમ તોડ્યો હતો.    
 
બડવાનીના ટિટગારિયાના રહેવાસી રિતેશના લગ્ન જ્યોતિ સાથે નક્કી થક્યા હતા. રિતેશ જાન લઈને લાબરિયા જઈ રહ્યો હતો પણ દુર્ભાગ્યે 28 કિલોમીટર પહેલા ઈન્દોર અમદાવાદ ફોરલેન પર આ દુર્ઘટના થઈ. 
 
 પ્રારંભિક તપાસમાં ઘટના ડ્રાઈવરને ઝોકું આવતા થઈ છે. ઝોકું આવતા ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને ઝડપી ગતિએ જઈ રહેલી કાર ખેતરમાં જઈને પડી.