મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (16:15 IST)

લગ્નમાં બરફવર્ષા બની આફત જેસીબીથી જાન લઈ દુલ્હનના ઘરે પહોંચ્યો વરરાજા

લગ્નના દિવસે અને જાન લઈ જવામાં મુશ્કેલી થઈ રહી હોય તો આ વરરાજા માટે પડકાર ભરેલુ કામ થઈ શકે છે. પણ હિમાચલ પ્રદેશના એક વરરાજાએ કમાલ કરી નાખ્યુ.  અહી ભારી બરફવર્ષાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા અને તેને જાન લઈને દુલ્હનના ઘરે પહોંચવુ હતું. તેના માટે વરરાજાએ ગજબ ઉકેલ કાઢ્યુ અને જેસીબી લઈને દુલ્હનના ઘરે પહોંચી ગયો. ત્યારબાદ તે જેસીબીથી જ તેમની દુલ્હનને પરત લઈને આવ્યો. 
 
હકીકતમાં આ ઘટના હિમાચલ પ્રદેશના સિરમૌરની છે. દ ટ્રિબ્યૂન રિપોર્ટ મુજબ અહીં સ્થિત ડિગ્રી કોલેજ સંગહાડ પાસે ગામ જાવગાથી સૌંફર ગામ જાન જવાની હતી. પણ બર્ફબારીથી રસ્તો બંદ હતો. સંગડાહથી આઠ કિલોમીટર સુધી રોડ બંધ હતો. પહેલા તો જેસીબીથી બરફ  હટાડવાની કોશિશ કરાઈ પણ જ્યારે વાત ન બની તો જેસીબીમાં જ જાનૈયાઓ ગયા. 
 
જાન લઈ જવા માટે બે જેસીબી મશીનની વ્યવસ્થા કરવી પડી અને પછી જાન ત્યાં પહોંચી.વરરાજાના પિતા જગત સિંહએ જણાવ્યુ કે આગળ જવામ માઋએ જેસીબી મશીનની વ્યવસ્થા કરાઈ. જેસીબીમાં વરરાજા વિજય પ્રકાશ, ભાઈ સુરેન્દ્ર, પિતા જગત સિંહ, ભાગચંદ અને ફોટોગ્રાફરે રતવા ગામમાં 30 કિમી સુધીનો પ્રવાસ કર્યો. તેણે કહ્યું કે સરઘસમાં પહોંચ્યા પછી ત્યાં લગ્નની તમામ વિધિઓ કરી અને જેસીબીથી જ દુલ્હનને લઈને પરત ફર્યા. વરરાજા-કન્યા પરત ફરતી વખતે 30 જેસીબી મશીનમાં કિલોમીટરનો પ્રવાસ કર્યો.