શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 6 મે 2022 (08:59 IST)

આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, શ્રદ્ધાળુઓથી ઊભરાયું ધામ

કેદારનાથનાં દર્શનની રાહ શુક્રવારે ખત્મ થઈ જશે. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે
 
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
 
બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે
કોરોનાકાળના બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામના કપાટ આમ શ્રદ્ધાંળુઓ માટે ખુલી રહ્યાં છે.