તમિલનાડુ ત્રિચીમાં દિવાલ સાથે અથડાયુ એયરઈડિયાનુ વિમાન, બધા 136 મુસાફરો સુરક્ષિત - trichy-air-india-flight-hit-atc-compound-wall-at-trichy-airport-in-tamilnadu | Webdunia Gujarati
ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (10:22 IST)

તમિલનાડુ ત્રિચીમાં દિવાલ સાથે અથડાયુ એયરઈડિયાનુ વિમાન, બધા 136 મુસાફરો સુરક્ષિત

. તમિલનાડુના ત્રિચી એયરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. મોડી રાત્રે 1.30 વાગ્યે દુબઈ માટે ઉડાન બહ્રતી વખતે એયર ઈંડિયાનુ વિનાન એયરપોર્ટની દિવાલ સાથે અથડાઈ ગયુ. જેનાથે ચાર દિવાલ તૂટી ગઈ.  જો કે વિમાનમાં બેસેલા બધા 136 મુસસફરો સુરક્ષિત છે. એવુ કહેવાય રહ્યુ છેકે આ વિમાનમાં હાજર પાયલોટ અને કો પાયલોટને ડ્યુટી પરથી હટાવી દેવાયા છે અને આ અંગેની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.  હાલ વિમાનને મુંબઈ ડાયવર્ટ કરી દેવામાં આવ્યુ. મુંબઈના એયરપોર્ટ પર વિમાનની ઈમરજેંસી લેંડિગ કરવામાં આવી. જ્યા જોવા મળ્યુ કે અથડાઈ જવાથી વિમાનને નુકશાન થયુ છે. જો કે વિમાનને ઉડાન માટે ફિટ જાહેર કરી દેવામાં આવ્યુ. 
 
વિમાનમાં 136 મુસાફરો સવાર હતાં. ટેક ઓફ સમયે વિમાનનું ટેક ઓફ વ્હીલ અનેક ઈમારતો સાથે ટકરાઈ ગયું. જોકે આ અકસ્માત બાદ પણ સદનસીબે આ વિમાન મુંબઈમાં સુરક્ષીત લેંડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું. મોટેભાગે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે વિમાનને સમુદ્રમાં ઉતારવામાં આવે છે. તાજેતરમાં જ એવી ઘટના સામે પણ આવી હતી કે જેમાં વિમાનનું ટેક ઓફ વ્હીલ ખુલી ના શકતા અને વિમાનની લેંડિંગ સિસ્ટમ જ નકામી બનતા પાયલોટે સમુદ્રમાં જ વિમાનનું સુરક્ષીત લેંડિંગ કરાવ્યું હતું