સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (18:14 IST)

વધુ એક દેશે ભારતની કોવેક્સિનને આપી મંજુરી

ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિન લઈ ચૂકેલા લોકોને બ્રિટને રાહત આપતા પોતાના ત્યાં આવવાની મંજૂરી આપી દીધી છે. બ્રિટને ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત વેક્સિનની યાદીમાં સામેલ કરી દીધી છે. નોંધનીય છે કે  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે, WHOની મંજૂરી બાદ બ્રિટને કોવેક્સિનને ગ્રીન સિગ્નલ આપવાની જાહેરાત કરી દીધી છે  બ્રિટને ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત વેક્સિનની યાદીમાં સામેલ કરી દીધી છે. 22મી નવેમ્બરથી ભારત બાયોટેક નિર્મિત વેક્સિન લેનારા મુસાફરોને હવે બ્રિટનમાં ક્વોરેન્ટાઈન નહીં થવું પડે.
 
ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે, WHOની મંજૂરી બાદ બ્રિટને કોવેક્સિનને ગ્રીન સિગ્નલ આપવાની ઘોષણા કરી હતી. બ્રિટનના આ નિર્ણયથી એવા હજારો ભારતીય મુસાફરોને રાહત મળશે જેમણે કોવેક્સિન લીધેલી છે અને મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યાં હતા. બ્રિટન સરકારે કોવેક્સિનની સાથે સાથે ચીનની સિનોવૈક અને સિનોફાર્મ વેક્સિનને પણ સ્વીકૃત વેક્સિન લિસ્ટમાં સામેલ કરી છે