શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 3 એપ્રિલ 2023 (13:18 IST)

નો બોલ' આપવા પર અમ્પાયરની હત્યા

ઉડીસામાં ક્રિકેટ મેચના દરમિયાઅન તે સમયે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે નો બોલ' આપવા પર ગુસ્સામાં આવીને એક અમ્પાયરની હત્યા કરી નાખી. રવિવારે ઉડીન કટકમાં આ ઘટના બની. જ્યારે 22 વર્ષના લકી રાઉતને એક વિવાદ પછી ચાકૂ મારી દીધુ. લોકોનુ કહેવુ છે કે લક્કી રાઉત પર ખેતરમાં અણીદાર ચાકૂથી વાર કરાયો. આ ઘટના પછી ખેતરમાં હાજર લોકોએ આરોપીને પકડીએ પોલીસને સોંપ્યો. 
 
રિપોર્ટમાં કહ્યુ છે કે આ મેચ બે ટીમે બ્રહ્મપુર અને શંકરપુરની વચ્ચે એક ટૂર્નામેં હતો. આ ઘટનાની સામે આવ્યા પછી ગામડામાં તનાવ ફેલી ગયો. 

જાણો શુ છે પુરો મામલો 
 
ચૌદ્વાર હેથળ આવનારા મહિશિલાંદામાં રવિવારે બપોરે શંકરપુર અને બેરહામપુરની અંડર-18 ક્રિકેટ ટીમ વચ્ચે ફ્રેંડલી મેચ હતી. અંપાયરિંગ મહિશિલાંદાનો લકી રાઉત કરી રહ્યો હતો.  1.230 વાગ્યે અંપાયર લકીએ એક બોલને નો-બોલ બતાવી. ત્યારબાદ લકી અને જગા રાહુત વચ્ચે વિવાદ ચાલુ થયો. ફિલ્ડિંગ કરી રહેલ દલીજોડા ટીમના સ્મુતિરંજન (મુના) રાઉતે લકી પર બેટ અને ચાકુથી હુમલો કરી દીધો. 
 
લકીને ગંભીર હાલતમાં એસસીબી મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યા તેનુ સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 
 
પરિજનોએ એક આરોપીને પકડ્યો 
 
કટકના ડેપ્યુટી પુલિસ કમિશ્નર પિનાક મિશ્રા મુજબ ઘટના વિશે માહિતી મળતા જ ચૌદ્વારા પોલીસ હોસ્પિટલ પહોચી. આ દરમિયાન હંગામો કરી રહેલ લકીના પરિજન અને ગામના લોકોએ પોલીસને ઘેરી લીધો.  આ લોકો આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા હતા.  બીજી બાજુ કેટલાક લોકોએ એક આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.