રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (21:11 IST)

મોદી સરકારને મોટો ઝટકો - કૃષિ સંબંધી વિઘેયકના વિરોધમાં સરકારમાંથી રાજીનામુ આપ્યુ

શિરોમણિ અકાલી દળ નેતા સુખબીર સિંહ બાદલે ગુરૂવારે લોકસભામાં કહ્યુ કે પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલ કૃષિ સંબંધી બીલના વિરોધમાં કેન્દ્રની મોદી સરકારમાંથી રાજીનામુ આપ્યુ છે.   કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ છે. અકાલી દળ, ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.

 
આ અગાઉ શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે લોકસભામાં કહ્યું કે પાર્ટી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે
 
આ બિલને ખેડૂતો વિરૂધી ગણાવવામાં આવતા રાજ્યના ખેડૂતોએ માંગણી કરી છે તે તમામ ત્રણેય બિલ પાછા ખેંચવામાં આવે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, પંજાબનો જે કોઈ પણ સાંસદ આ બિલોનું સંસદમાં સમર્થન કરશે, તેને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ દબાણને વશ થઈને શિરોમણી અકાલી દળના સાંસદ અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌર પોતાના પદ પરથી રાજીનામું આપશે.