યૂપીમાં બસ અને ટ્રકની વચ્ચે ટક્કર પછી આગ લાગવાથી 22 લોકો જીવતા સળગ્યા
ઉત્તરપ્રદેશના બરેલી ના બિથરીચેનપુર વિસ્તારમાં પરિહન નિગમની બસ અને ટ્રકની વચ્ચે થયેલી ભીષણ ટક્કર પછી આગ લાગવાથી 22 લોકો બળીને ભડથું થયા હતા, જ્યારે 15 ઘાયલ થયા હતા.ગઇ. આ આગ દિલ્હીથી ગોંડા જઇ રહેલ સરકારી બસ અકસ્માતનો શિકાર બની છે. બરેલીમાં એક ટ્રક સાથે ટકરાયા બાદ બસની ટેન્કર ફાટી ગઇ અને આગ લાગી ગઇ.
અકસ્માત રવિવારે મોડીરાત્રે બન્યો છે. સરકારી બસ લોકોને લઇને દિલ્હીથી ગોંડા જઇ રહી હતી. બરેલીમાં જ્યારે બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા. બસ ટ્રક સાથે અથડાતા જ બસની પેટ્રોલ ટેન્કર ફાટી ગઇ અને બંને ગાડીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ. મુસાફરોને જીવ બચાવવાનો મોકો જ ના મળ્યો.
પોલીસ પ્રવક્તા પ્રમાણે દિલ્લીથી ગોન્ડા જઈ રહેલી રોડવેજની બસમાં બિથરીચેનપુર વિસ્તારમાં સામેથી આવી રહેલી પૂરપાટ ટ્રકે બસની ડીઝલ ટેંક પર ટક્કર મારી હતી, જેના લીધે ટેંક ફાટી ગયું હતું અને બસમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને યાત્રીઓને બસમાંથી બહાર નિકળવાનો મોકો પણ મળ્યો નહોતો અને 22 લોકો જીવતા સળગી ગયા હતા. બસમાં 37 યાત્રીઓ સવાર હતા.