શુક્રવાર, 10 ઑક્ટોબર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 21 જુલાઈ 2023 (14:59 IST)

વંદે ભારત ટ્રેનમાં પેશાબ કરવો મોંઘુ પડ્યુ, 6000 પાણીમાં ગયા

Vande Bharat train
Vande Bharat train has become expensive- એક યુવકે રાજધાની ભોપાલના રાની કમલાપતિ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો વૉશરૂમનો ઉપયોગ કરવો મોંઘો પડ્યુ છે. રેલવેએ યુવક પર 1020 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે યુવકને સિંગરૌલી જવાનું હતું, પરંતુ વોશરૂમનો ઉપયોગ કરવા માટે ઉજ્જૈન જવું પડ્યું હતું. હવે યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું. 
 
સિંગરૌલી નિવાસી અબ્દુલ કાદિરએ સોશિયલ મીડિયા પર પોસ્ટા વાયરલ કરી જણાવ્યુ કે તે 15 જુલાઈને હેદરાબાદથી આવતી દક્ષિણી એક્સપ્રેસથી સાંજે 5.30 વાગ્યે ભોપાલ સ્ટેશન પ્લેટફાર્મ નંબર 3 પર ઉતર્યા. અહીથી તેમણે બીજી ટ્રેન પકડીને સિંગરૌલી જવો હતો. 4 નંબર પ્લેટફાર્મ પર ઈન્દોર જતી વંદે ભારત ટ્રેન ઉભી હતી. અબ્દુલ કાદિર શૌચાલય માટે વંદે ભારત ટ્રેનમાં ચડ્યો અને વંદે ભારત ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા અને તે ઈન્દોર જવા રવાના થઈ ગયા.
 
ટ્રેનના સ્ટાફએ તેમની એક વાત ન સાંભળી ટ્રેના 200 કિલોમીટર દૂર ઉજ્જૈન રેલ્વે સ્ટેશન પરા રોકાઈ, અબ્દુલએ કહ્યુ કે ઉજ્જૈનમાં મારા પર 1020 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો, જે મેં ચૂકવી દીધો હતો.

સિંગરૌલી સુધીની તેમની આયોજિત ટ્રેનની મુસાફરી માટે દક્ષિણ એક્સપ્રેસમાં બુક કરાયેલી રૂ. 4,000ની ટિકિટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.