સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (15:25 IST)

વડોદરા શહેરની પાંચ બેઠકો માટે ભાજપના 125 દાવેદારો મેદાનમાં

વડોદરા શહેર વિધાનસભાની પાંચ બેઠક અંગે ચર્ચા કરવા ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળી હતી. જેમાં નિરીક્ષકો અને શહેર મોવડી મંડળે એક વિધાનસભા દીઠ ૨૦ થી ૨૫ દાવેદારોના નામોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરી હતી. સાથે સાથે ચૂંટણીની પૂર્વ તૈયારી અને હાર- જીત અંગેના મહત્વના મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલના ધારાસભ્યો બદલવા અને આયાતી ઉમેદવાર નહી મુકવાની પણ રજૂઆત થોડા દિવસો અગાઉ ભાજપના નિરીક્ષક વડોદરા ખાતે કાર્યકર્તાઓને મળી સંભવિત દાવેદારોના નામો મેળવવા આવ્યા હતા. ત્યાર બાદ આજે અમદાવાદ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના નિરીક્ષક અને શહેર ભાજપ પ્રમુખ તેમજ ત્રણ મહામંત્રીએ સંયુક્ત રીતે તૈયાર કરેલી વિધાન સભા બેઠક દીઠ ૨૦ થી ૨૫ જેટલા દાવેદારોની યાદી સુપરત કરી હતી. નિરીક્ષકો સમક્ષ વડોદરાના કેટલાક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ હાલના ધારાસભ્ય બદલવા અને આયાતી ઉમેદવાર નહીં મુકવા કરેલી રજુઆત અંગેની જાણકારી પણ પ્રદેશ અગ્રણીઓને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.