1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Violence again in Haryana's Nuh-Palwal

હરિયાણાના નૂંહ-પલવલમાં ફરી હિંસા

Haryana Violence
Haryana Violence- હરિયાણાના નૂંહ-પલવલમાં ફરી હિંસા:ધાર્મિક સ્થળોમાં આગચાંપી, દુકાનો ફુંકી મારી, હરિયાણાના નૂહમાં હિંસાના ત્રીજા દિવસે પણ રાજ્યના 4 જિલ્લામાં સ્થિતિ તંગ છે. ચારેય જિલ્લામાં અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. છ મૃત્યુની વિગતો અગાઉ આવી હતી. સાતમા મૃત્યુની વિગતો હજુ બહાર આવી નથી.
 
નૂહમાં મોડી રાત્રિના કર્ફ્યુ દરમિયાન કેટલાક લોકોએ તાવડુ વિસ્તારમાં બે ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
 
પલવલમાં પણ બાઇક પર આવેલા કેટલાક માસ્ક પહેરેલા યુવકોએ રસુલપુર રોડ પર સ્થિત એક ધાર્મિક સ્થળ અને તેની બહાર બનેલા ઘરો પર પથ્થરમારો કર્યો હતો. જૂના જીટી રોડ પર પીરવાળી ગલી પાસે આવેલા ધાર્મિક સ્થળને પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપવામાં આવી હતી.
 
 
આગળનો લેખ
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરીમાં ગુજરાતને પાંચ એવોર્ડ એનાયત કરાયા, સિવિલ હોસ્પિટલને ત્રણ એવોર્ડ મળ્યા