શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (13:58 IST)

હંગામા સાથે લોકસભામાં રજુ થયુ વક્ફ બોર્ડ સંશોધન બિલ, કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

Waqf Board
. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ લોકસભામાં વક્ફ બિલ 2024 રજુ કર્યુ. આ બિલનો કોંગ્રેસ સપા સહિત ઈંડિયા ગઠબંધનના દળોએ જોરદાર વિરોધ કર્યો છે.  આ બિલને લઈને લોકસભામાં મોટો હંગામો પણ થયો.  કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કહ્યુ કે વક્ફ બિલ સંવિઘાનની મૂળ ભાવનાઓ વિરુદ્ધ છે.  વક્ફ બિલ અધિકારો પર ઘા છે.  તેમણે કહ્યુ કે આ બીલ સંવિધાન પર એક મૌલિક હુમલો છે. આ બીલના માઘ્યમથી તેઓ એ જોગવાઈ કરી રહ્યા છેકે બિન મુસ્લિમ પણ વક્ફ ગવર્નિંગ કાઉંસિલના સભ્ય રહેશે.  આ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. ત્યારબાદ તમે ઈસાઈઓ અને જૈનીઓના પક્ષ લેશો. ભારતના લોકો હવે આ પ્રકારની વિભાજનકારી રાજનીતિને સહન નહી કરે. 
 
સપા અને ડીએમકેએ પણ કર્યો વિરોધ 
સમાજવાદી પાર્ટીએ લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો.  સપા સાંસદ મોહિબુલ્લાબે કહ્યુ કે મારા મજહબ મુજબ જે વસ્તુઓ છે તેના પર સરકારી સપાના સાંસદ મોહીબુલ્લાબે કહ્યું કે સરકારી કર્મચારીઓને મારા ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ પર અધિકાર આપવામાં આવ્યો છે.  તેમણે ધર્મ પર દખલગીરીનો આરોપ લગાવ્યો. સપા સાંસદે કહ્યુ કે તેનાથી દેશની શાખને નુકશાન પહોચશે.  બીજી બાજુ ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યુ કે આ બિલ અનુચ્છેદ 30 નુ સીધુ ઉલ્લંઘન છે જે અલ્પસંખ્યકોને પોતાના સંસ્થાનોના પ્રશાસન કરવા સંબંધિત છે.  આ બિલ એક વિશેષ ધાર્મિક સમૂહને ટારગેટ કરે છે. 
 
જેડીયૂએ બિલનુ સમર્થન કર્યુ 
 તે જ સમયે, જનતા દળ યુનાઇટેડ (JDU) એ આ બિલને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી લલન સિંહે બિલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંસ્થાને પારદર્શક બનાવવા માટે કાયદો બનાવવામાં આવી રહ્યો છે. વકફ બોર્ડ કાયદા દ્વારા બનાવવામાં આવ્યું છે અને સરકારને તેમાં સુધારો કરવાનો અધિકાર છે. વિપક્ષ તરફ માત્ર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.