1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 મે 2024 (11:43 IST)

Weather Report: દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ, રાજસ્થાનમાં હીટવેવ એલર્ટ; IMD ચેતવણી આપી

6 May 2024 Weather Update: દિલ્હી ટૂ બિહાર ઝારખંડ અને દક્ષિણ ભારત સુધીમાં ભયંકર ગરમી થઈ રહી છે. ઘણા રાજ્યોમાં લૂ જોવા મળી રહી છે. દિલ્હીમાં તો આ મૌસમનુ સૌથી ગરમ દિવસ થયુ. જ્યારે પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયુ છે. તેમજ રાજસ્થાનના 9 જીલ્લામાં હીટવેવનુ અલર્ટ રજૂ કરાયુ છે. લોકોને બપોરના સમયે ઘરથી ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ઝારખંડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે, મણિપુરમાં, ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શાળાઓ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આજે હવામાન કેવું રહેશે. 
 
દિલ્હીમા પારો 41 ડિગ્રીને પાર 
દિલ્હીમાં વધારેપણુ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ રેકાર્ડ કરાયુ છે. જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી વધુ તાપમાન છે. IMD અનુસાર, આ ઉનાળામાં દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અગાઉ 27 એપ્રિલે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે હવામાન વિભાગે આજે દિલ્હીમાં સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.