બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (11:03 IST)

હિન્દુઓ જ્યાં કમજોર, ત્યાં ભારતની અખંડિતતા ખતરામાં- મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, "અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ ફરીથી લખ્યો હતો અને આપણે દેશનો સાચો ઇતિહાસ ફરીથી પાછો અપાવવાની જરૂર છે."
 
તેમણે એમ પણ કહ્યું કે, "મજબૂત સમાજ માટે આપણે હિન્દુત્વને મજબૂત કરવાની જરૂર છે
 
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતેના એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
 
આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, "આપણે 'હિન્દુ જ ભારત છે અને ભારત હિન્દુ છે', આ તથ્યને મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે અંગ્રેજોએ આપણા ઇતિહાસને ફરીથી લખીને આપણી મૂળ ઓળખ જ બદલી નાખી છે."
 
તેમણે વધુમાં કહ્યું કે, "જે લોકોને અંગ્રેજોએ અપરાધી કહ્યા અને આઝાદી પછી આપણે નોટિફાઇ કર્યા. એ તમામ લોકો સિદ્ધપુરુષો છે. તેઓ સમાજને ગૌરવ અપાવવાના અભિયાનનો ભાગ હતા."
 
આરએસએસ પ્રમુખ અનુસાર, 1947માં થયેલા વિભાજને હિન્દુઓને કમજોર કરી નાખ્યા.
 
મોહન ભાગવતના કહ્યા પ્રમાણે, અખંડ ભારત ત્યાં વિભાજિત થયું, જ્યાં હિન્દુઓ કમજોર છે. જો આપણે ભારતમાં એવી જગ્યાઓ જોઈએ જ્યાં લોકો પરેશાન છે અને દેશની અખંડતા ખતરામાં છે, તો ખ્યાલ આવશે કે તે તમામ જગ્યાઓ પર હિન્દુ અને હિન્દુત્વના વિચારો કમજોર છે. આપણે આપણા આત્માને જીવિત રાખવાની જરૂર છે. માટે જ મોહમ્મદ ઇકબાલે કહ્યું છે કે, 'કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં'.