1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (11:02 IST)

ચા વેચનારો બન્યો તમિલનાડુનો મુખ્યમંત્રી

તમિલનાડુના નવા મુખ્યમંત્રીના રૂપમા ઓ પનીરસેલ્વમે શપથ ગ્રહણ કરી લીધી.  તેમને આ જવાબદારી સોંપવા પર કદાચ જ  કોઈને પણ આશ્ચર્ય થયુ હોય. તેઓ પહેલા પણ બે વાર જયલલિતાના જેલ જવાની સ્થિતિમાં રાજ્યની કમાન સાચવી ચુક્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે પનીરસેલ્વમ જયલલિતાના સૌથી વફાદાર સહયોગી માનવામાં આવી રહ્યા છે.  65 વર્ષના પનીરસેલ્વમના વિશે કેટલીક વાતો સત્તાની ગલિયોમાં લાંબા સમયથી સાંભળવામાં આવી રહી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ પનીરસેલ્વમે પણ ચા વેચી છે તેમના પિતા પણ પાર્ટીના વફાદાર હતા. 
 
પનીરસેલ્વમના પિતા અન્નાદ્રમુકના સંસ્થાપક સ્વર્ગીય એમજી રામચંદ્રન માટે કામ કરતા હતા અને એમજીઆર ત્યારથી તેમના પર મહેરબાન હતા.  અહી સુધી કે પનીરસેલ્વમના ભાઈ આજે પણ પેરિયાકુલમમાં ચા ની દુકાન ચલાવે છે. જો કે તેમનો પારિવારિક વ્યવસાય ખેતીવાડીનો છે. પનીરસેલ્વમ વિશે એવુ પણ કહેવાય છે કે ચા ની દુકાનમાંથી ફુરસત કાઢીને તેમણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો અને આ વાત એમજીઆરને પણ ખબર હતી. 
 
- પનીરસેલ્વમ પહેલીવાર શશિકલાના સંબંધી ટીટીકે દિનાકરનના દ્વારા જયલલિતાની નજરમાં આવ્યા. 
-  કહેવાય છે કે મુખ્યમંત્રીના પદ પર રહેતા પનીરસેલ્વમ ક્યારેય પણ એ ખુરશી પર નથી બેસ્યા જેના પર જયલલિતા બેસતી હતી. 
- પનીરસેલ્વમ થેવર સમુદાયમાંથી આવે છે જેમનો દક્ષિણી તમિલનાડુમાં સારો પ્રભાવ હોવાનુ મનાય છે. 
-  તે રાજ્ય વિધાનસભામાં થેની જીલ્લાના બોડીનયાકનૂર ચૂંટણી ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરે છે.