સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 12 એપ્રિલ 2023 (12:10 IST)

આ વર્ષે થશે ઝમાઝમ વરસાદ કે El Nino લાવશે દુકાળ ? જાણો ચોમાસાને લઈને હવામાન વિભાગની ભવિષ્યવાણી

ભારતીય ખેતીને હવામાનનો એક જુગાર માનવામાં આવે છે. સિંચાઈની તમામ સુવિદ્યાઓ અને કૃષિ ટેકનોલોજી છતા ભારતીય ખેતી મોટેભાગે ઋતુ પર જ નિર્ભર રહે છે. ગયા વર્ષે અસામાન્ય વરસાદને કારણે  ઘણા રાજ્યોમાં ખરીફ પાકને અસર થઈ છે. આ સાથે જ આ વર્ષે ચોમાસા પર અલ નીનોનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
 
શુ કહે છે હવામાન વિભાગની આગાહી 
હવામન વિભાગે પૂર્વાનુમાન રજુ કરતા કહ્યુ છે કે ભારતમાં આ વર્ષે સામાન્ય ચોમાસુ રહેશે. હવામાન વિભાગની આ ભવિષ્યવાણી દેશમાં ખેતી ઉત્પાદનને લઈને ઉઠી રહેલી ચિંતાઓને ઓછી કરી શકે છે. આઈએમડીએ કહ્યુ કે જૂન સપ્ટેમ્બરના સમય દરમિયાન ચોમાસુ દીર્ઘકાલિક સરેરાશના 96 ટકા થવાની શક્યતા છે. આ પહેલા સોમવારે ખાનગી એજંસી સ્કાઈમેટે ભવિષ્યવાણી કરી હતી જેમા તેમણે સામાન્યથી ઓછા વરસાદની શકયતા વ્યક્ત કરી હતી. 
 
આ ક્ષેત્રોમાં વરસાદ ઓછો પડશે 
હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તાર અને પશ્ચિમ મઘ્ય ભારતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદથી ઓછી વર્ષા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

સ્કાઈમેટે આપી ધ એલ નીનોની ચેતાવણી 
ખાનગી ફોરકાસ્ટ કંપની સ્કાઈમેટે સોમવારે પૂર્વાનુમાન રજુ કરી એલનીનોના સંકટની તરફ ઈશારો કર્યો છે.  સ્કાઈમેટ વેધર સર્વિસેજે કહ્યુ કે આવનારી સીઝનમાં ફક્ત 94 ટકા વરસાદનુ અનુમાન છે. સ્કાઈમેટ મુજબ એલનીનો આ વર્ષે દુનિયાભરની ઋતુના પૈટર્નને પ્રભાવિત કરી શકે છે. ભારતમાં એલ નીનો  દુકાળની સ્થિતિ ઉભી કરી શકે છે. 
 
બધા એલ નીનો ખરાબ હોતા નથી 
 આઈએમડી એ સ્પષ્ટ કરતા કહ્યુ, કે બધા એલ નીનો ખરાબ ચોમાસુ વર્ષ હોતા નથી. એવુ પણ કહેવામા આવ્યુ છે કે વર્તમાન લા લીનાની સ્થિતિ, જે સામાન્ય રૂપે માનસૂન માટે અનુકૂળ હોય છે. ભૂમધ્યરેખીય પ્રશાંત ક્ષેત્ર પર દેખાય રહી છે.