28મીથી શરૂ ચૈત્ર નવરાત્રિ - આ શુભ મુહૂર્તમાં આ વિધિથી કરો ઘટ સ્થાપના, મળશે માતાના આશીર્વાદ

Last Updated: સોમવાર, 27 માર્ચ 2017 (15:22 IST)
 
પાવન પર્વ નવરાત્રીમાં દુર્ગા માં ના નવ રૂપોની પૂજા નવ દિવસ સુધી ચાલે છે. નવરાત્રિને શરૂઆતમાં પ્રતિપદા તિથિને ઉત્તમ મુહૂર્તમાં કળશ કે ઘટની સ્થાપના કરવામાં આવે છે. કળશને ભગવાન ગણેશનુ રૂપ માનવામાં આવે છે. જે કોઈપણ પૂજામાં સૌથી પહેલા પૂજનીય છે.  તેથી સૌ પ્રથમ ઘટ રૂપમાં ગણેશજીને બેસાડવામાં આવે છે. 
ઘટ સ્થાપના અને પૂજન માટે મહત્વની વસ્તુઓ.. 
 
માટીનું પાત્ર અને જવ ના 11 કે 21 દાણા 
શુદ્ધ ચોખ્ખી કરેલી માટી જેમા પત્થર ન હોય 
શુદ્ધ જળથી ભરેલી માટી, સોનુ, ચાંદી, તાંબુ કે પીત્તળનું કળશ 
અશોક કે કેરીના 5 પાન 
કળશને ઢાંકવા માટે માટીનું ઢાંકણ 
આખા ચોખા, લાલ દોરો 
એક પાણીવાળુ નારિયળ 
પૂજામાં કામ આવનારી સોપારી 
કળશમાં મુકવા માટે સિક્કા 
લાલ કપડુ કે ચુંદડી 
ખોયા મીઠાઈ 
લાલ ગુલાબના ફૂલોની માળા 
 
નવરાત્રિ કળશ સ્થાપનાની વિધિ  
 
કળશ સ્થાપના માટે સૌ પહેલા પૂજા સ્થળને સારી રીતે શુદ્ધ કરવુ જોઈએ. તેના ઉપરાંત એક લાકડીના પાટલા પર એક લાલ કપડુ પાથરીને તેના પર થોડા ચોખા ગણેશ ભગવાનને યાદ કરતા મુકી દેવા જોઈએ. જે કળશને સ્થાપિત કરવાનુ છે તેમા માટી ભરીને અને પાણી નાખીને જવ વાવી દેવા જોઈએ. આ જ કળશ પર કંકુથી સ્વસ્તિક અને ૐ બનાવીને કળશના મોઢા પર નાડાછડીથી રક્ષા સૂત્ર બાંધી દો. કળશમાં સોપારી અને સિક્કો નાખીને કેરી કે અશોકના પાન મુકી દો અને પછી કળશના મોઢાને ઢાંકણથી ઢાંકી દો અને ઢાંકણને ચોખાથી ભરી દો. પાસે જ એક નારિયળને લાલ ચુંદડીમાં લપેટીને રક્ષા સૂત્રથી બાંધી દેવુ જોઈએ. આ નારિયળને કળશના ઢાંક પર મુકો અને બધા દેવી-દેવતાઓનું આહ્વાન કરો. અંતમાં દીપક પ્રગટાવીને કળશની પૂજા કરો. કળશ પર ફૂલ અને મીઠાઈઓ ચઢાવી દો. હવે રોજ નવરાત્રીમાં આ કળશની પૂજા કરો. 
 
ઘટસ્થાપના શુભ મુહૂર્ત - 06:37 થી 07:48
8.27 થી 9.27 સુધી અને 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 
 
પ્રતિપ્રદા તિથિની શરૂઆત - 27 માર્ચ 2017ના રોજ 23.56 વાગ્યે 
ઘટ સ્થાપનાનો સમય - સવારે 8.27 થી 9.27 સુધી અને 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 
પ્રતિપદા તિથિ સમાપ્ત - 28 માર્ચ 2017ના રોજ 21.14 વાગ્યે. 
 
ધ્યાન રાખો - જે કળશ તમે સ્થાપિત કરી રહ્યા છો તે માટી, તાંબા, પીત્તળ, સોના કે ચાંદીનુ હોવુ જોઈએ. ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના કળશનો પ્રયોગ ન કરો. 


આ પણ વાંચો :