સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: બુધવાર, 13 ઑક્ટોબર 2021 (10:34 IST)

Navratri 2021: નવરાત્રિના દરમિયાન કન્યા પૂજન અને કન્યા ભોજ માટે ધ્યાન રાખવાના યોગ્ય 5 વાતોં

કન્યા પૂજનમાં 2-3 થી 9 વર્ષની કન્યાઓના જ પૂજન કરવી જોઈએ. તેનાથી ઓછી કે વધારે ઉમ્રની કન્યાઓની પૂજા વર્જિત છે. તમારી ઈચ્છા મુજબ, નવ દિવસ સુધી કે નવરાત્રના અંતિમ દિવસ કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું.  કન્યાઓને આસન પર એક લાઈનમાં બેસાડો. 
 
ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવીને વિધિવત કંકુથી ચાંદલા કરી અને દક્ષિણા આપી હાથમાં ફૂલ લઈને આ પ્રાર્થના કરવી. 
 
1 કન્યાની પૂજાથી એશ્વર્ય, 2 ની પૂજાથી ભોગ અને મોક્ષ , 3 કન્યાની પૂજા કરવાથી અર્ચનાથી ધર્મ, અર્થ અને કામ, ચાર કન્યાની પૂજાથી રાજયપદ, 5 કન્યાઓની પૂજા 
 
કરવાથી વિદ્યા, 6 કન્યાઓની પૂજા થી 6 પ્રકારની સિદ્ધિ, 7 કન્યાઓની પૂજાથી રાજ્ય, 8 કન્યાઓની પૂજાથી સંપદા અને 6 કન્યાઓની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ હોય 
 
છે. 
 
કેટલાક લોકો નવમીના દિવસે કન્યા પૂજન કરે છે પણ અષ્ટમીના દિવસે કન્યા પૂજન શ્રેષ્ઠ રહે છે. કન્યાઓની ઉમ્ર 10 વર્ષથી વધારે નહી હોવી જોઈએ. શાસ્ત્રોમાં 2 વર્ષની 
 
કન્યા કુમારી, 3 વર્ષની ત્રિમૂર્તિ,  4 વર્ષની કલ્યાણી,  5 વર્ષની રોહિણી,  6 વર્ષની કાલિકા,  7 વર્ષની ચંડિકા,  8 વર્ષની શાંભવી,   9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા 
 
ગણાય છે. ભોજન કર્યા પછી કન્યાઓને દક્ષિણા આપવી આ રીતે મહામાયા ભગવતી પ્રસન્ન થઈને મનોરથ પૂર્ણ કરે છે. 
 
એક છોકરાને જરૂર જોડવું 
એક નાના છોકરને નવ છોકરીઓની સાથે એક સાથે રાખવાની પ્રથા છે. બાળકને ભૈરવ બાબાના રૂપનો લંગૂર કહેવાય છે. 
વ્રતના અનૂકૂળ ભોજન તૈયાર કરો 
ડુંગળી લસણથી પરેજ કરો અને ખીર પૂરી, કાળા ચણા વગેરે બનાવીને કન્યાને પ્રસાદના રૂપમાં પીરસો. 
ભેંટ આપો 
નાની કન્યાઓને વિદાય કરતા સમયે તેણે અન્ન, પૈસા કે કપડા અપાય છે અને બદલામાં તેમનાથી આશીર્વાદ માંગો કારણ કે તેણે દેવીના રૂપ ગણાય છે.