શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 28 ઑક્ટોબર 2017 (15:31 IST)

Nonveg Recipe - શાહી ચિકન કોરમા

શાહી ચિકન કોરમા

સામગ્રી : ચિકન - 1 કિલો, દહીં - 2 કપ, આદુ લસણ પેસ્ટ - 2 ચમચી, લાલ મરીનો પાવડર - 2 ચમચી, હળદર પાવડર - 1 ચમચી, ગરમ મસાલા પાવડર - 2 ચમચી, લીંબુનો રસ - 4 ચમચી, તજ - 1 લવિંગ - 2, ગ્રીન એલચી - 2, આખા કાળા મરી 8, કેસર ચપટી , લીલા મરચાં- 2,  મીઠું સ્વાદપ્રમાણે , તેલ - 4 ચમચી, કોથમીર - 2 ચમચી, ફુદીનો 1 ચમચી.  
 
મસાલાની સામગ્રી : - 2 ડુંગળી, 2 બદામ, 10 કાજુ, 2 ચમચી ખસખસ, છીણેલું નાળિયેર 2 ચમચી
 
બનાવવાની રીત  : ચિકન ધોઈને અલગ રાખવુ. એક પેનમાં તેલ નાખ્યા વગર ડુંગળી,બદામ, કાજુ, ખસખસ અને  નાળિયેરને એક સાથે  ગોલ્ડન બ્રાઉન શેકી લો.પછી તેને ઠંડુ થવા દો. પછી તેમા થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો. હવે ચિકનને લીંબુ, દહીં, આદુ લસણ પેસ્ટ, લાલ મરીનો પાવડર, હળદર પાવડર, લીલા મરચાં, મીઠું, ગરમ મસાલા, કેસર અને તૈયાર કરેલ મસાલો લગાવી મેરીનેટ કરવુ.  ચિકનને ફાઈલ પેપરથી ઢાંકી 30 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકો. બીજા એક પેનમાં તેલ ગરમ કરી  તજ, લવિંગ, ઈલાયચી, કાળા મરી,નાખી શેકો હવે મેરીનેટ કરેલુ  ચિકનને 20 મિનિટ માટે મધ્યમ તાપ પર રંધાવા દો. પછી અડધો કપ પાણી નાખી ધીમા તાપે કરી તેમાં કોથમીર અને ફુદીનો નાખી  ગાર્નિશ કરી અને હવે તમે આ રમજાન રેસીપીને શીરમાલ કે પરોઠા સાથે  સર્વ કરો.