1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2017 (17:01 IST)

દિવાળી મીઠાઈ - બાલુશાહી

સામગ્રી - 1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ

બનાવવાની રીત  - એક કઢાહીમાં ઘી ગરમ કરી તેને મેંદામાં નાખો. ત્યારબાદ સોડા, દહીં અને થોડુંક પાણી નાખો. મેંદાને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે થોડો કડક ન થઈ જાય. પણ વધુ કડક કે વધુ નરમ ન થાય તેનુ ધ્યાન રાખજો. થોડો લાલ રંગ પણ નાખી દો.ઠંડુ કરીને તેના નાના નાના પેંડા બનાવી લો. 

કડાહીમાં તેલ ગરમ કરવા મુકો. વચ્ચે એક ઝારો મુકી દો. અને આ ઝારા પર પેંડા મુકી દો. હવે ધીમા ગેસ પર પેંડાને સીઝવા દો, પેંડ સીઝશે કે ફૂલી જશે. હવે આ પેંડાની વચ્ચે એક નાનકડું કાણું પાડો અને તેને તેલમાં તળી લો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. આને અડધા કલાક સુધી ઠંડી થવા દો. ચાર તારની ચાસણી બનાવી લો. એક તપેલી પર ચારણી મુકો તેની ઉપર બધી બાલુશાહી મુકી દો, અને હવે આ બાલુશાહી પર ધીરે ધીરે ચાસણી રેડતા જાવ.. 

આ રીતે દસ મિનિટ સુધી કરતા રહો જેથી બાલુશાહીમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય. ઠંડી થાય કે ઉપરથી બદામ અને પિસ્તાની કતરન નાખો.