1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008

ચેમ્પિયન અભિનવને સલામ...

ચેમ્પિયન અભિનવને સલામ...
ચીનના ભપકાદાર ઓલિમ્પિકમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ઇતિહાસ રચ્યો છે. અભિનવે શૂટીંગમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર વિશ્વ સમક્ષ ભારતનું માથુ ગૌરવથી ઉંચુ કર્યું છે. ન ધારેલી સફળતા અપાવી અભિનવે દેશને એક ન ભુલાય એવી સોનેરી પળો આપી છે. તો આવો, દેશના આ સપૂતને વેબ દુનિયાના માધ્યમથી અભિનંદન આપો.

ઓલિમ્પિકમાં બધા દેશો પોતાની તાકાતનો પરચો કરાવી રહ્યા છે તેવા સમયે અભિનવે સુવર્ણ ચંદ્રક મેળવી ભારતની લાજ રાખી છે. 28મી સપ્ટેમ્બર 1983ના દિવસે જન્મેલા બિન્દ્રાએ આ ઉપરાંત અનેક સિધ્ધિઓ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. વર્ષ 2002માં માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમમાં પણ તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અભિનવે દેશને આપેલી અવિસ્મરણીય યાદગીરી અંગે આશુ કહો છો? અહીં રજુ કરો આપના વિચારો.....