રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2024 (09:41 IST)

પેરિસ ઑલિમ્પિક : આજે ભારતનાં આ ખેલાડીની રમત પર રહેશે નજર

pv sindhu
પેરિસ ઑલિમ્પિકના ચોથા દિવસ એટલે કે મંગળવારે મનુ ભાકર અને સરબજોતસિંહે મિક્સ 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્યપદક જીત્યો હતો. તેમણે દક્ષિણ કોરિયાની જોડીને માત આપી હતી.
 
આ સાથે જ મનુ ભાકરે નવો કીર્તીમાન સ્થાપિત કર્યો હતો.
મનુ ભાકર એક જ ઑલિમ્પિકમાં બે પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયાં છે.
મનુ ભાકરે આ પહેલાં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં પણ કાંસ્પદક જીત્યો હતો, જે પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે પ્રથમ પદક હતું.
 
બૉક્સિંગની 57 કિલોગ્રામ વર્ગ સ્પર્ધામાં બૉક્સર જૅસ્મીનને ફિલિપાઇન્સના ખેલાડી નેસ્થી પેટિસિયો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પેરિલ ઑલિમ્પિકમાં તેમની સફર સમાપ્ત થઈ હતી.
 
31 જુલાઈનાં રોજ ભારતીય ટીમનો કાર્યક્રમ આ પ્રમાણે છે :
શૂટિંગ
સ્વપનિલ અને એશ્વર્ય પ્રતાપસિંહ તોમર 50 મીટર રાઇફલમાં પુરુષો માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે.
 
સમય – બપોરે 12 : 30 કલાકે
 
શ્રેયાંસીસિહં અને રાજેશ્વરી (ક્વૉલિફિકેશન રાઉન્ડ)
 
સમય – સાંજે સાત કલાકે
 
બૅડમિન્ટન
 
પીવી સિંધુ બૅડમિન્ટનના ગ્રુપ સ્ટેજ રાઉન્ડમાં રમશે.
 
સમય – બપોરે 12 : 30 કલાકે
 
લક્ષ્ય સેન પણ બૅડમિન્ટનના ગ્રુપ સ્ટેજ રાઉન્ડમાં ઊતરશે.
 
સમય – બપોરે 1 : 40 કલાકે
 
એચ એસ પ્રનૉય (ગ્રુપ સ્ટેજ)
 
સમય – રાત્રે 11 કલાકે
 
ટેબલ ટૅનિસ
 
શ્રીજા અકુલા
 
સમય – બપોરે 2 : 30 કલાકે
 
બૉક્સિંગ
 
લવલીના બોરગોહાઈ
 
સમય – બપોરે 3 : 34 કલાકે
 
તીરંદાજી
 
દીપિકા કુમારી
 
સમય – બપોરે 3 : 56 કલાકે
 
તરૂણદીપ રાય
 
સમય – રાત્રે 9 : 15 કલાકે
 
ટેબલ ટૅનિસ
 
મનિકા બત્રા
 
સમય – સાંજે 6 : 30 કલાકે