1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (11:05 IST)

પાટીદાર આંદોલન - એકતા રેલી દરમિયાન હાર્દિક પટેલની ધરપકડ

ગુજરાત પોલીસે આજે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની ધરપકડ કરી લીધી છે. હાર્દિકે તેમની સાથે 78 પ્રદર્શનકારીઓને પોલીસ પકડીને સુરતના વારચ્છા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. 
 
ગુજરાત સરકારે શુક્રવારે જ આજને માટે પ્રસ્તાવિત એકતા રેલી આયોજીત કરવા માટે જરૂરી અનુમતિથી ઈંકાર કરી દીધો હતો. હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા મંજુરી ન આપવા પર પણ તેઓ કોઈપણ ભોગે 'એકતા રેલી' કાઢશે. 
 
છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન 2 વાર હાર્દિક પટેલે ઉંધી દાંડી યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. જીલ્લા પ્રશાસન દ્વારા અનુમતિ ન આપવા પર તેમણે યાત્રા રદ્દ કરવી પડી હતી. 
 
નવસારી જીલ્લાના જીલ્લા કલેક્ટર આર.એમ મુથુદાથે કહ્યુ અમે શનિવારે પ્રસ્તાવિત કાર્યક્મ માટે હાર્દિક પટેલને અનુમતિ નથી આપી. કાયદા અને વ્યવસ્થાના હિતમાં અમે આ નિર્ણય કર્યો છે. તેમણે એ પણ બતાવ્યુ કે જીલ્લા પ્રસાસને ઓબીસી નેતાઓ દ્વારા વિરોધના રૂપમાં બોલાવેલ એક રેલી જેમા નવસારીના આસપાસના વિસ્તારોમાં લગભ 91 જીલ્લાના પ્રતિનિધિ શામેલ થવાના હતા જેમને પણ અનુમતિ અપવાનો ઈંકાર કર્યો છે. 
 
હાર્દિકે જાહેરાત કરી કે સવિનય અવજ્ઞાના રસ્તા પર ચાલીશુ. જો કે તેમણે એ પણ કહ્યુ હતુ કે રેલી શાંતિપૂર્ણ રીતે આયોજીત કરવામાં આવશે અને કોઈને પણ કોઈ પ્રકારનુ નુકશાન નહી પહોંચાડવામાં આવે.